GSTV
India News ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રનો સત્તા સંગ્રામ SCમાં / બળવાખોર ધારાસભ્યોએ નોટિસને સુપ્રીમ કોર્ટમાં પડકારી, કાલે સુનાવણીની સંભાવના

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય સંકટ વધુ ગહેરાઈ રહ્યું છે જેના પગલે ઉદ્ધવની સરકાર પર ચિંતાના વાદળો ઘેરાયા છે. આ સ્થિતિ વચ્ચે મહારાષ્ટ્રનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. નોંધનીય છે કે, 16 બળવાખોર ધારાસભ્યોએ ડેપ્યુટી સ્પીકરની નોટિસને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. ધારાસભ્યોએ સોમવારે આ મામલે તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે. શનિવારે ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલે 16 ધારાસભ્યોને તેમની સદસ્યતા રદ કરવા માટે નોટિસ મોકલી હતી.

આ સ્થિતિ વચ્ચે મહાવિકાસ અઘાડી સરકારના મંત્રી અને શિવસેનાના નેતા ઉદય સામંતે પણ બળવાખોર નેતા એકનાથ શિંદેના ખોળામાં બેસી ગયા છે. મહારાષ્ટ્રના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઉદય સામંત સુરતથી ગુવાહાટી જવા રવાના થઈ ગયા છે.

બીજી બાજુ આ રાજકીય ઘમાસાણ વચ્ચે ગૃહ મંત્રાલયે શિવસેનાના 15 બળવાખોર ધારાસભ્યોની સુરક્ષા વધારી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 15 ધારાસભ્યોને ‘Y+’ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના માજી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્કીય ચાણક્ય અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે શુક્રવારે મધરાતે રાજકીય ખેલ ખેલાયો હતો તેવી અટકળો વહેતી થઈ છે જેના પગલે મહારાષ્ટ્રમાં નવા-જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

READ ALSO

Related posts

રાજકોટમાં આજથી મોજ- મસ્તીના મૂકામ જેવો પાંચ દિવસીય લોકમેળો, 15 લાખથી વધુ લોકો ઉમટી પડવાનો અંદાજ

Bansari Gohel

બ્રિટનના નવા વડાપ્રધાન ક્યારે ચૂંટાશે? મતદાનના આટલા રાઉન્ડ બાદ નામ ફાઈનલ થાય છે, આ રહી પ્રક્રિયા

Binas Saiyed

મેગા ઓપરેશન/ ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, રાજ્યમાંથી ઝડપાયું રૂ.2151 કરોડનું ડ્રગ્સ

Bansari Gohel
GSTV