GSTV
India News Uncategorized ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના નવા CM શિંદે? / શરદ પવારે શિંદેને નવા મુખ્યમંત્રી બનાવવા કર્યું સૂચન, આવતીકાલે NCPના ધારાસભ્યોની બેઠક

મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યની પ્રજાને પ્રજાજોગ સંબોધન કર્યું હતું જેમાં ઠાકરે કહ્યું કે,મને ખુરશીનો કોઈ મોહ નથી, પરંતુ વિધાનસભ્યો મને સીધી વાત કરે તો સીએમ પદ તો શું હું પાર્ટી અધ્યક્ષનું પદ છોડવા માટે પણ તૈયાર છું. ત્યાપ પછી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવાર વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનાવવા શરદ પવારે પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે, એકનાથ શિંદે હાલમાં ગુવાહાટીમાં છે. તેમણે 46 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. બીજી તરફ, ગુરુવારે એનસીપીના તમામ ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે. માનવામાં આવે છે કે આ બેઠકમાં શરદ પવાર તરફથી ધારાસભ્યોને મહત્વપૂર્ણ નિર્દેશો આપવામાં આવી શકે છે. આ બેઠક મુંબઈમાં યોજાશે.

બીજી તરફ બળવાખોર નેતા એકનાથ શિંદેએ શિવસેનાના સુનીલ પ્રભુને ચીફ વ્હિપને ગેરકાયદે ગણાવીને ભરત ગોગાવલેને ચીફ વ્હિપ તરીકે નિયુક્ત કર્યા છે. આ પહેલા શિવસેનાએ પોતાના ધારાસભ્યોને વ્હિપ જારી કરીને સાંજે પાંચ વાગ્યે મુંબઈમાં બેઠક બોલાવી હતી. જો કે, હવે આ બેઠક રદ કરવામાં આવી હતી.

આ પરથી સ્પષ્ટ થાય છે કે, એકનાથ શિંદે સરકારની સાથે પાર્ટી પર કબજો કરવાનો પ્રયાસ છે. શિંદે દાવો કરી રહ્યાં છે કે તેમની પાસે 46 ધારાસભ્યો છે. જો કે ગુવાહાટીમાં હાલ શિવસેનાના 35 અને 2 અપક્ષ ધારાસભ્યો છે. વધુ ધારાસભ્ય મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલની સાથે ગુવાહાટી માટે નીકળ્યા છે એટલે કુલ 40 ધારાસભ્યો છે.

READ ALSO

Related posts

નકવી માટે હજુ આશા, સિંહનું ભાવિ ડામાડોળ : મોદી મંત્રીમંડળમાં ફેરફાર થશે

Hardik Hingu

મોદીના સૌજન્યની પ્રસંશા, તેજસ્વીને ફોન કર્યો : ટોચના નેતાઓ પણ ચિંતામાં

Hardik Hingu

બ્રિટનના નવા પીએમના દાવેદારોમાં ભારતીય મૂળના ઋષિ સુનકનું નામ ટોચ પર, શું રચાશે નવો ઇતિહાસ?

GSTV Web Desk
GSTV