GSTV
Home » News » મહારાષ્ટ્રે મરાઠા તો ઉત્તર પ્રદેશ આ સમુદાયને આપશે અનામત, યોગી લેશે ફાયનલ નિર્ણય

મહારાષ્ટ્રે મરાઠા તો ઉત્તર પ્રદેશ આ સમુદાયને આપશે અનામત, યોગી લેશે ફાયનલ નિર્ણય

ઉત્તરપ્રદેશ એક નવા જ જાતીય સમીકરણ તરફ આગ વધી રહ્યું છે. યુપીમાં ઓબીસી અનામતમાં ફાળવણીની ફોર્મ્યુલા તૈયાર થઈ ચૂકી છે. રાજ્યની પછાત સામાજિક ન્યાય સમિતિએ પોતાનો રિપોર્ટ યોગી સરકારને સોંપ્યો છે. દાવો છે કે રિપોર્ટમાં ઓબીસી અનામત કોટામાં ફાળવણીની ભલામણ કરાઈ છે.

જોકે તેના પર અંતિમ નિર્ણય મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે લેવાનો છે. રિપોર્ટમાં ઓબીસીના 27 ટકા અનામતને 7-11-9 ના ફોર્મ્યુલા પર ફાળવવાની ભલામણ કરાઈ છે. સમિતિએ તેના માટે ત્રણ વર્ગ પછાત, અતિ પછાત અને સર્વાધિક પછાત બનાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. તે પ્રમાણે 27 ટકા ઓબીસી અનામતને ત્રણ બરાબર ભાગમાં ફાળવાશે. આ રિપોર્ટમાં પછાત વર્ગમાં 12 જાતિ, અતિ પછાત વર્ગમાં 59 જાતી અને સર્વાધિક પછાત શ્રેણીમાં 79 જાતીઓને રાખવામાં આવી છે. પછાત સામાજિક ન્યાય સમિતિની રચના જૂન 2018માં યોગી સરકારે કર્યું હતું.

Related posts

ઝારખંડમાં વોટિંગ પહેલા નક્સલી હુમલો, ચાર પોલીસ જવાન શહીદ

Kaushik Bavishi

મણિપૂર વિધાનસભા બહાર ગ્રેનેડ હુમલો, સીઆરપીએફના બે જવાન ઘાયલ

Kaushik Bavishi

હૈદરાબાદમાં એમઆઇએમના નેતા અકબરૂદ્દીન ઓવૈસી વિરૂદ્ધ કેસ નોંધાયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!