GSTV
Home » News » મુંબઇમાં મતદાન વધતાં સેના અને ભાજપ ખુશ, બદલાશે મહારાષ્ટ્રમાં આ સમીકરણો

મુંબઇમાં મતદાન વધતાં સેના અને ભાજપ ખુશ, બદલાશે મહારાષ્ટ્રમાં આ સમીકરણો

લોકસભાની ૨૦૦૯ અને ૨૦૧૪ની ચૂંટણીઓની તુલનાઓ આ વખતે ચોથા તબક્કાના સોમવારને ૨૯મી એપ્રિલે યોજાયેલા મતદાન માટે મુંબઈ સહિતના રાજ્યના શહેરી વિસ્તારોમાં મોટી સંખ્યામાં મતદારો ઉમટયા હતા. તેનો અર્થ ભાજપ-શિવસેના માટે સારા સમાચાર તરીકે કરી શકાય. મુંબઈમાં ૨૦૧૪માં ૫૧.૪૯ ટકા મતદાન થયું હતું. પરંતુ આ વખતે તે વધીને ૫૫.૧૧ ટકા થયું છે. જોકે મોટા ભાગના ગ્રામીણ મતક્ષેત્રોમાં મતદાનની ટકાવારી ઘટી છે.

સોમવારે ચોથા અને અંતિમ તબક્કામાં રાજ્યના ૧૭ સંસદીય મતક્ષેત્રોમાં મતદાન યોજાયું  તે બાદ રાજ્યમાં એકંદર ટર્ન આઉટ ૬૦.૬૮ ટકા (હંગામી) નોંધાયું હતું. ચોથા તબક્કામાં ૫૭ ટકા (હંગામી)નો ટર્ન આઉટ નોંધાયો હતો જે ૨૦૧૪માં ૫૫.૫૯ ટકાનો હતો. રાજકીય વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે મતદાનની ટકાવારી પરથી પ્રથમ દ્રષ્ટિએ લાગે છે કે શાસક ભાજપ-સેના યુતિને તેમના મતદાતાઓને મતદાન મથક સુધી લઈ જવામાં સફળતા મળી છે. જ્યારે કોંગ્રેસ-એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ને બૂથ સ્તરે તેમના કાર્યકરોને સક્રિય કરવામાં દેખીતી નિષ્ફળતા મળી છે.

ભાજપને વફાદાર મતદારો લાઇનોમાં જોવા મળ્યા

મુંબઈના કાંદિવલીના મહાવીરનગર, મુલુંડ અને ઘાટકોપર જેવા વિસ્તારોમાંના ભાજપને વફાદાર મતદારો મતદાન માટે કલાકો સુધી કતારમાં ઊભા રહેલા જોવા મળ્યા હતા. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે શાસક યુતિને તેમના મતદારો ઘર બહાર નીકળે અને તેમના ઉમેદવારોને મત આપે તે નિશ્ચિત કરવામાં સફળતા મળી છે. આ સ્થિતિમાં ભાજપ-સેના મુંબઈની છએ છ અથવા ઓછામાં ઓછી પાંચ બેઠકો મેળવે તો તે આશ્ચર્યજનક નહીં ગણાય એમ એક વિશ્લેષકે કહ્યું હતું.

Related posts

રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો, વીર સાવરકર Tweet મામલે તપાસનો આદેશ અપાતા ખળભળાટ

Riyaz Parmar

ક્રુડ ઓઈલમાં આવેલા ઉછાળાથી મંદીમાં ફસાયેલા ઓટો ઉદ્યોગ પર માર

Kaushik Bavishi

છેલ્લાં ચાર મહિનામાં વિદેશી રોકાણકારોએ 4.50 અબજ ડોલરના શેરોનું કર્યું વેચાણ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!