GSTV

મહારાષ્ટ્ર : બહુમત પરિક્ષણમાં ઉદ્ધવ ‘ડિસ્ટીક્શન’ માર્ક સાથે પાસ ફડણવીસ ‘ફેલ’

Last Updated on November 30, 2019 by Mayur

મહારાષ્ટ્રમાં ચાલી રેહલા સત્તાના રમખાણ વચ્ચે આજે ફ્લોર ટેસ્ટની અગ્નિપરિક્ષા પણ ઉદ્ધવ ઠાકરેની સરકારે પાસ કરી લીધી છે. ઉદ્ધવના પક્ષમાં 169 વોટ પડ્યા હતા. જેમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસના મત હતા. તો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના 4 મતો તટસ્થ રહ્યા હતા. ફ્લોર ટેસ્ટની શરૂઆત પહેલા જોરદાર હંગામા સાથે ભાજપે વોકઆઊટ કર્યું હતું. ફ્લોર ટેસ્ટની અગ્નિપરિક્ષાની સાથે જ શિવસેના-એનસીપી અને કોંગ્રેસની સરકાર બની ગઈ છે. બહુમતના આંકડાને પાર કરવા માટે 149ના જાદુઈ આંકડાને સ્પર્શવાનો હતો જેની સામે ઉદ્ધવની સરકારે 169ના મેજીકલ ફિગર સુધી પહોંચી ગઈ હતી. બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસની વિપક્ષે એક પણ વોટ નહોતો માગ્યો અને છેલ્લે સુધી વિરોધ કર્યો હતો. પરિણામે વિપક્ષમાંથી ફ્લોર ટેસ્ટનો એક પણ મત નહોતો પડ્યો.

ભાજપનો હોબાળો

મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ હોબાળા સભર બની ગયો હતો. અહીં ભાજપે શિવસેના, એનસીપી અને કોંગ્રેસને ઘેરી વોકઆઉટ કર્યું હતું. વિધાનસભાની બહાર નીકળી ભાજપે નારેબાજી પણ કરી હતી. ફ્લોર ટેસ્ટની શરૂઆત થતાં જ વિપક્ષ ભાજપે જોરદાર હંગામો કર્યો હતો. જેના કારણે પ્રોટેમ સ્પીકરે શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી. આ સમયે વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે વંદે માતરમ વિશે કહ્યું હતું કે, વંદે માતરમથી સત્રની શરૂઆત શા માટે ન કરવામાં આવી. નિયમોની વિરૂદ્ધ સદનને બોલાવવામાં આવ્યું છે. આ સત્રના નિયમોનું ઉલ્લંઘન છે.

શું કહ્યું ફડણવીસે ?

બીજેપીના ધારાસભ્યોએ પ્રોટેમ સ્પીકરે કહ્યું હોવા છતાં સદનમાં હોબાળો કર્યો હતો અને સવાલો ઉભા કર્યા હતા. આ સાથે ફડણવીસે કહ્યું કે, મને સંવિધાન પર વાત કરવાનો અધિકાર છે. અને જો એવું ન હોય તો મારે અહીં બેસવાની કોઈ જરૂર નથી. જે રીતે શપથ લેવામાં આવી છે તે પ્રિસ્ક્રાઈબ્ડ નથી. જે શપથ લેવામાં આવી તે સંવિધાનની રીતે લેવામાં આવી. એમાં એવા કેટલાય નામો લેવામાં આવ્યા જે રાજ્યપાલ દ્રારા લેવામાં આવેલી શપથમાં નહોતા.

બહુમત પરિક્ષણ પહેલા ત્રિશંકુ વિધાનસભાની મળી હતી બેઠક

બહુમતી પરિક્ષણ પહેલાં શનિવારે સવારે સાડા નવ વાગ્યે વિધાનસભામાં શિવસેના-કોંગ્રેસ અને એનસીપીના ધારાસભ્યોની બેઠક મળી. જેમાં સ્પીકર પદ પર ચર્ચા કરવામાં આવી અને કોંગ્રેસના નાના પટોલેના નામ પર સહમતી બની. ત્યારે આવતીકાલે એટલે કે રવિવારે સ્પીકર પદ માટેની ચૂંટણી થશે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી સરકારના મંત્રીમંડળનું પણ વિસ્તરણ જલદી થશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ મંત્રીમંડળમાં સામેલ થશે. રાજ્યમાં કોંગ્રેસ પાસે 44 ધારાસભ્યો છે જેમાંથી 12 ધારાસભ્યોને મંત્રીપદ મળશે. કોંગ્રેસના બે વરિષ્ઠ નેતા બાલાસાહેબ થોરાટ અને નીતિન રાઉતે ગુરૂવારે શપથ લીધા છે, ત્યારે બે પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ અને પૃથ્વીરાજ ચવ્હાણ પણ લીસ્ટમાં છે. તો એનસીપીના મોટી ભાગના ધારાસભ્યો પહેલી વખત વિધાનસભા પહોંચ્યા છે.

READ ALSO

Related posts

ક્વાડ પર અકળાયું ચીન, કહ્યું: સમયની વિરુદ્ધમાં છે આવા સમૂહોનું ગઠન, તેમને નહિ મળે સમર્થન

Pritesh Mehta

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટ બાયડેન સાથે પીએમ મોદીની મુલાકાત, ભારત-US માટે આ દશક મહત્વનું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!