GSTV
Gujarat Government Advertisement

કોરોનાનું ભયાવહ રૂપ / મહારાષ્ટ્રમાં દર ત્રીજી મિનીટે એકનું મોત અને દર કલાકે અંદાજે 3 હજાર લોકો સંક્રમણના ભોગ

Last Updated on April 18, 2021 by Dhruv Brahmbhatt

મહારાષ્ટ્રમાં મીની લોકડાઉન લાદવામાં આવ્યું હોવા છતાં કોરોના સંક્રમણ થંભવાનું નામ નથી લઈ રહ્યું. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 68,631 નવા કેસ નોંધાયા છે, પ્રથમ વખત રાજ્યમાં એક દિવસમાં 500 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં કોરોના ચેપના ડેટાનું વિશ્લેષણ કરીએ તો છેલ્લા 24 કલાકમાં, દર ત્રીજી મિનિટમાં રાજ્યમાં એક વ્યક્તિનું મોત થાય છે, તો દર મિનિટે 2859 લોકો વાયરસની ઝપેટમાં આવી ગયા છે.

એક જ દિવસમાં મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ

રવિવારે કોરોના વાયરસના ચેપના એક જ દિવસમાં મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં નોંધાયેલા સૌથી વધુ કેસ 68 68,631૧ હતાં. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા અત્યાર સુધીમાં 38,39,338 છે. ત્યાં જ મૃતકોની સંખ્યા 60,473 પર પહોંચી ગઈ છે. હાલમાં મહારાષ્ટ્રમાં 6,70,388 લોકો સારવાર લઈ રહ્યા છે. મુંબઈ શહેરમાં ચેપના 8,468 નવા કેસ નોંધાયા છે, જ્યારે 53 લોકોનાં મોત નીપજ્યાં છે. શહેરમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 5,79,486 પર પહોંચી ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 12,354 પર પહોંચી ગયો છે.

વિકેન્ડ લોકડાઉન બાદ પણ કોરોના સંક્રમણમાં ઘટાડાને બદલે વધારો

આ આંકડા મહારાષ્ટ્રમાં માટે એટલા પણ ભયાનક છે કારણ કે પહેલા નાઇટ કર્ફ્યુ, પછી વિકેન્ડ લોકડાઉન અને મીની લોકડાઉન હોવા છતાં, કોરોના સંક્રમણનું પ્રમાણ ઘટવાને બદલે સતત વધી રહ્યું છે. રાજ્યમાં 1 મે સુધી કલમ 144 સાથે લોકડાઉન જેવાં કેટલાંક નિયંત્રણો અમલમાં છે.

છેલ્લાં 24 કલાકની અંદર 68,631 નવા કેસ

અત્રે નોંધનીય છે કે, આજે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ બેકાબૂ થયો છે. છેલ્લાં ઘણાં દિવસોથી રાજ્યમાં મોટી સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. જેના કારણે રાજ્ય સરકારે આંશિક લોકડાઉન લાગુ કર્યુ છે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે આ આંશિક લોકડાઉન કોરોનાને કાબૂમાં લેવામાં નિષ્ફળ જઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. રવિવારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં રવિવારે છેલ્લાં 24 કલાકની અંદર 68,631 નવા કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં આજે 503 લોકોના મોત

આ સિવાય મહારાષ્ટ્રમાં આજે 503 લોકોના મોત થયા છે. તો છેલ્લાં 24 કલાકમાં 45,654 લોકો સાજા થયા છે. આજે મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 60,473 થયો છે. અત્યારે મહારાષ્ટ્રમાં કુલ એક્ટિવ કેસ 6,70,388 પર પહોંચ્યા છે. મુંબઇની વાત કરીએ તો મુંબઇમાં આજે કોરોનાના નવા 8479 કેસ નોંધાયા છે,જ્યારે 54 લોકોના મોત થયા છે. જેની સાથે મુંબઇમાં કુલ મૃત્યુઆંક 12347 થયો છે.

નાગપુરમાં કોરોના વાયરસના આજે 7107 નવા કેસ આવ્યા છે. તો 85 લોકોના મોત થયા છે. નાગપુરમાં કુલ એક્ટિવ કેસ 69,243 કેસ છે. તો કુલ મૃત્યુઆંક 6273 થયો છે. તો ઠાણેમાં કોરોના વાયરસના નવા 5275 કેસ આવ્યા છે. જ્યારે જિલ્લામાં 36 લોકોના મોત થયા છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

ખાતરનો ભાવવધારો/ કોરોનામાં ગુજરાતના ખેડૂતો બરબાદ, રૂપિયા 1200 કરોડનો જગતના તાતને પડશે ફટકો

Bansari

મિશાલ/ મૂક-બધિર કોરોના દર્દીઓની તકલીફ સમજવા આ નર્સે કર્યુ એવું અનોખુ કામ, જાણશો તો તમે પણ કરશો સલામ

Bansari

ટૂંક સમયમાં બાળકો પણ થશે કોરોના વાયરસથી સુરક્ષિત: બાળકો માટે કોરોના રસીનું ટ્રાયલ ટૂંક સમયમાં, એક્સપર્ટ ટીમે કરી ભલામણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!