GSTV
Home » News » સ્વચ્છતાની વાતો કરતી ભાજપ સરકારનાં બન્ને રાજ્યો ભારતમાં સૌથી વધુ કચરો પેદા કરે છે

સ્વચ્છતાની વાતો કરતી ભાજપ સરકારનાં બન્ને રાજ્યો ભારતમાં સૌથી વધુ કચરો પેદા કરે છે

મહારાષ્ટ્રમાં ૨૦૧૮માં ૮૨.૩૮ લાખ મેટ્રિક ટન કચરો પેદા થયો હતો અને આ પૈકી ૪૪ ટકા કચરા પર છેલ્લાં ત્રણ વર્ષથી ટ્રીટમેન્ટ (હાનિકારકતા ઓછી કરવા માટેની પ્રક્રિયા) કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર ભારતનું સૌથી વધુ કચરો પેદા કરનારું રાજ્ય છે.

લોકસભાના તાજેતરના સત્રમાં આ માહિતી આપવામાં આવી હતી. સૌથી વધુ કચરો પેદા કરતાં રાજ્યોમાં મહારાષ્ટ્ર પછીના ક્રમે ઉત્તર પ્રદેશ, તામિલનાડુ અને દિલ્હી છે. ૨૦૧૭માં મહારાષ્ટ્રમાં રોજનો ૨૨,૫૭૦ મે. ટન કચરો ઉત્પન્ન થવા સાથે તે વર્ષમાં મહારાષ્ટ્ર સૌથી વધુ કચરો પેદા કરનારા દેશના ટોચના રાજ્ય તરીકેની ગણના પામ્યું હતું.

દરમિયાન, મહારાષ્ટ્ર પોલ્યુશન ક ન્ટ્રોલ બોર્ડ (એમપીસીબી)ના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે હવે અમે પ્રત્યેક જિલ્લામાં સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની રચના કરીશું. આ ટાસ્ક ફોર્સમાં જિલ્લા મેજિસ્ટ્રેટ ત્રણ સભ્યો નીમશે. જેમાં પોલીસ સુપરિનટેન્ડન્ટ તથા એમપીસીબીના પ્રાદેશિક અધિકારીનો સમાવેશ કરાશે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ પ્રમાણે આ ટાસ્ક ફોર્સની રચના કરાશે.

READ ALSO

Related posts

ગેંગસ્ટર સૂર્યા મરાઠીની હત્યા મામલે આવ્યો નવો વળાંક, ઘરનો વ્યક્તિ જ નિકળ્યો આરોપી

Nilesh Jethva

આ શહેરમાં એક શખ્સને મુસાફરી માટે વાહન ન મળ્યું તો, આ વસ્તુ ચોરી પહોંચી ગયો પોતાની મંઝીલ પર

Ankita Trada

કર્ણાટકનું કોકડું ફરી એક વાર ગૂંચવાયું, CM યેદિયુરપ્પાથી ભાજપના જ 25 ધારાસભ્યો નારાજ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!