GSTV
Home » News » મહારાષ્ટ્ર : નહેરમાં ગાબડુ પડ્યા બાદ અનેક વિસ્તારો થયા તળાવમાં તબ્દિલ

મહારાષ્ટ્ર : નહેરમાં ગાબડુ પડ્યા બાદ અનેક વિસ્તારો થયા તળાવમાં તબ્દિલ

મહારાષ્ટ્રના પૂણે જિલ્લાના મુઠા નહેરમાં ગુરૂવારે સવારે ગાબડુ પડ્યા બાદ અનેક વિસ્તારો જળમગ્ન થઇ ગયા.  જેથી વગર વરસાદે આ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. જો કે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. તંત્ર તરફથી રાહત અને બચાવ અભિયાન શરૂ કરી દેવાયું.

અચાનક પૂર આવવાથી આ વિસ્તારના લોકો દહેશતમાં આવી ગયા. સ્થાનિકોનો દાવો હતો કે ઘણા વાહનો ક્ષતિગ્રસ્ત થયા. સિંચાઇ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે કેનાલમાં 15 મીટરનું ગાબડુ પડ્યું. જેના કારણે જનતા વસાહત, દાંડેકર પુલ અને સિંહગ્ડ રોડ વિસ્તારમાં પાણી ફરી વળ્યા. અધિકારીએ જણાવ્યું કે ઘટના સમયે કેનાલમાં 1400 ક્યુસેક પાણી વહી રહ્યું હતુ.

કેનાલમાં ગાબડુ પડ્યાની ઘટના બાદ ખડકવાસલા ડેમમાંથી તુરંત પાણી રોકી દેવાયું. અચાનક પૂરથી લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. ફાયરબ્રિગેડના જવાનો પણ બચાવ અને રાહત કાર્યમાં લાગી ગયા હતા.

Related posts

આ શહેરની શાળાનાં 32 બાળકોને 400 ગ્રામ દૂધમાં પાણી ભેળવીને કરાઈ વહેંચણી, અધિકારીઓ આચર્યું કૌભાંડ

pratik shah

ચંદ્રશેખર આઝાદ : મિત્ર પાસે પૈસા નહોતા તો કહ્યું ‘હું સરેન્ડર કરી દઉં તારું ઘર ચાલી જશે’

Mayur

ફિલ્મી સીન! પ્રેમિકાના લગ્નમાં અચાનક આવી ચડ્યો માથાફરેલ પ્રેમી, મંડપમાં જ ન કરવાનું કરી નાંખ્યુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!