મહારાષ્ટ્રમાં જોવા મળી રહેલો રાજકીય ગરમાવો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે.. શિવસેનાના 16 બળવાખોર ધારાસભ્યોને ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાલ દ્વારા મોકલવામાં આવેલી ગેરલાયકાતની નોટિસ સામે એકનાથ શિંદેના બળવાખોર જૂથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.. શિંદે કેમ્પનું કહેવું છે કે ડેપ્યુટી સ્પીકર દ્વારા આપવામાં આવેલી નોટિસ સંપૂર્ણપણે ગેરકાયદેસર અને મનસ્વી છે. એકનાથ શિંદે તરફથી સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે દલીલો રજૂ કરશે.

એકનાથ શિંદેનું કહેવું છે કે મારા અને તેમના સાથીદારોના જીવ પર ખતરો છે. અમને રોજેરોજ ધમકીઓ મળી રહી છે. સાથે જ અમારી મિલકતોને પણ નુકસાન થઈ રહ્યું છે. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જેબી પારડીવાલાની વેકેશન બેન્ચ સોમવારે શિંદેની અરજી પર સુનાવણી કરે તેવી શક્યતા છે.
શિંદે કેમ્પ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે શિવસેના વિધાનમંડળ પક્ષના બે તૃતિયાંશથી વધુ સભ્યો અરજદારને સમર્થન આપે છે તે હકીકતથી સંપૂર્ણ વાકેફ હોવા છતાં તેમના દ્વારા પક્ષના નેતા તરીકે નિમણૂક કરવામાં આવી છે. શિંદે કેમ્પનું કહેવું છે કે ડેપ્યુટી સ્પીકર દ્વારા આપવામાં આવેલી નોટિસ સંપૂર્ણપણે ગેરકાયદેસર અને મનસ્વી છે.
READ ALSO
- મિશન 2022 / ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે રાજસ્થાનના CM, સૌરાષ્ટ્ર-કચ્છ પટ્ટા પર કોંગ્રેસનું ફોકસ
- કપિલ દેવે આઇસીસીને કરી અપીલ, કહ્યું- વન ડે ઇન્ટરનેશનલ અને ટેસ્ટ ક્રિકેટને બચાવો, નહીં તો ફૂટબોલ જેવા હાલ થશે
- મિશન 2022 / ગુજરાતમાં દરેક બાળકને ફ્રી અને સારુ શિક્ષણ આપીશું, જન્મદિવસે કેજરીવાલની વધુ એક ગેરન્ટી
- ક્રિકેટ/ વોશિંગ્ટન સુંદરની જગ્યાએ ટીમ ઈન્ડિયામાં શામેલ કરાયો આ ઘાતક ખેલાડી, કેરિયરમાં પ્રથમ વખત મળ્યું સ્થાનઃ બીસીસીઆઈએ કરી જાહેરાત
- કુશ્તીબાજ દિવ્યા કાકરાનને સહાય મુદ્દે નવો ટ્વિસ્ટ, ભાજપનો પ્રચાર કરનાર આપને કરે છે બદનામ