GSTV
India News ટોપ સ્ટોરી

BIG BREAKING / મોરબી બાદ મહારાષ્ટ્રમાં રેલ્વે સ્ટેશનનો ફૂટ ઓવર બ્રિજ ધડામ, 20 મુસાફરો 60 ફૂટની ઉંચાઈથી નીચે પટકાયા

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાથી હજી લોકો શોકમાંથી બહાર નીકળ્યા નથી ત્યાં ગુજરાતના પોડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં રેલ્વ સ્ટેશનનો ફૂટ ઓવર બ્રિજનો એક ભાગ ધરાશાયી થવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ દરમિયાન અનેક મુસાફરો પુલ પરથી નીચે પડ્યા છે જેમાં લગભગ 20 મુસાફરો ઘાયલ થયા છે જેમાંથી 8ની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં બલ્લારશાહ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ દરમિયાન અનેક મુસાફરો પુલ પરથી નીચે પડી ગયા હતા. મળતી માહિતી મુજબ પુલની ઉંચાઈ લગભગ 60 ફૂટ હતી એટલે કે 60 ફૂટની ઊંચાઈએથી ટ્રેક પર નીચે પડી ગયા છે.

તમને જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં લગભગ 20 મુસાફરો ઘાયલ થયા છે જેમાંથી 8ની હાલત નાજુક હોવાનું કહેવાય છે. નોંધપાત્ર રીતે, ઘણા મુસાફરો કાઝીપેટ પુણે એક્સપ્રેસ પકડવા માટે પ્લેટફોર્મ નંબર 1થી પ્લેટફોર્મ નંબર 4 તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક આ પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો. ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો

Padma Patel

Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા

Padma Patel

Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ

Padma Patel
GSTV