GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

‘શોખ બડી ચીઝ હૈ’ વધારેમાં વધારે તમે કેટલા રૂપિયાનું માસ્ક પહેરો? 100? 200? 300? આ શખ્શે બનાવ્યું આટલા લાખનું સોનાનું માસ્ક

સોનાનું માસ્ક

કોરોના મહામારીમાં માસ્ક અને સોશિયલ ડિસટન્સીંગ સૌથી મોટો હથિયાર છે અને માર્કેટમાં હાલ અલગ અલગ પ્રકારના માસ્ક મળી રહે છે. ત્યારે મહારાષ્ટ્રના પુના શહેરમાં પિંપરી ચિંચવાડ વિસ્તારમાં રહેતા શંકર કુરાડ નામના શખ્સે તેના માટે 2 લાખ 89 હજારની કિંમતનું સોનાનું માસ્ક બનાવ્યું છે.

સોનાનું માસ્ક

માસ્ક એકદમ પાતળુ બનાવામાં આવ્યું છે. જેથી શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન થાય. શંકર કુરાડને પહેલાથીજ સોનું પહેરવાનો શોખ છે અને તે તેમના શરીર પર ત્રણ કીલો જેટલું સોનું પહેરે છે.

સોનાનું માસ્ક

સોનાના માસ્ક વિશે જ્યારે તેમને પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તેમણે ટીવીમાં જોયું હતું કે કોલ્હાપુરમાં એક શખ્સે ચાંદીનું માસ્ક બનાવડાવ્યું છે.

સોનાનું માસ્ક

જેથી તેમને સોનાનું માસ્ક બનાવવાનો વિચાર આવ્યો અને ત્રણ સપ્તાહમાં તેમણે સોની પાસે માસ્ક બનાવડાવ્યું અને હવે તેઓ તેમના પરિવારના દરેક સભ્ય માટે સોનાનું માસ્ક બનાવડાવશે તેવું તેમણે કહ્યું છે.

સોનાનું માસ્ક

દેશમાં 6 લાખ 49 હજારને પાર થઈ છે Coronaની સંખ્યા

દેશમાં કોરોનાના કેસની સંખ્યા 6 લાખ 49 હજારને પાર થઈ છે. તો શુક્રવારે દેશમાં 22 હજાર 721 જેટલા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 18 હજાર 669 જેટલા લોકોના મોત કોરોનાથી થયા.  મહારાષ્ટ્રમાં 1 લાખ 93 હજાર જેટલા કેસ નોંધાયા છે. તો 8 હજાર 376 જેટલા લોકોના મોત થયા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડુમાં કોરોનાના કેસ એક લાખને પાર થયા છે. દિલ્હીમાં પણ કોરોનાના કેસની સંખ્યા રોકેટ ગતિએ વધી રહી છે. દિલ્હીમાં  94 હજાર 695 જેટલા કેસ નોંધાયા છે.  દેશના અન્ય રાજ્ય જેવા કે, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને પશ્વિમ બંગાળમાં પણ કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે.

દુનિયામાં Coronaના કેસની સંખ્યા એક કરોડ 11 લાખને પાર

દુનિયામાં કોરોનાના કેસની સંખ્યા એક કરોડ 11 લાખને પાર થઈ છે. જ્યારે કે, 5.29 લાખ લોકોના કોરોનાથી મોત થયા છે. દુનિયામાં સૌથી વધુ 28.90 લાખ કેસ નોંધાયા છે. એક દિવસમાં આશરે 53 હજારથી વધુ કેસ અમેરિકામાં નોંધાયા છે. તો 1.32 લાખ લોકોના મોત કોરોનાથી થયા છે.  અમેરિકા બાદ બ્રાઝિલ સૌથી વધારે કોરોનાથી પ્રભાવિત દેશ છે. અહી 15 લાખ 43 હજાર જેટલા કેસ અને 63 હજાર જેટલા લોકોના મોત થયા છે. રશિયામાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. અહી 6 લાખ 67 હજાર કેસ અને 9 હજાર 859 જેટલા લોકોના મોત થયા છે. આ સિવાય દુનિયાના અન્ય દેશમાં પણ કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ભારત, સ્પેન, પેરુ અને યુકેમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.

Read Also

Related posts

ફારુખ અબ્દુલ્લાની અરજી પર જમ્મુ કાશ્મીર હાઇકોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત, કહ્યું: “એકપણ નેતા નથી અટકાયતમાં”

pratik shah

સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષા, ડેમમાં આવ્યા નવા નીર

pratik shah

તમારા ખિસ્સામાં હંમેશાં રાખો આ વસ્તુ, ક્યારેય પૈસાની નહીં થાય તંગી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!