GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

શું મહારાષ્ટ્રમાં લાગુ થશે રાષ્ટ્રપતિ શાસન ?, પાર્ટીઓ વચ્ચે બેઠકોનો દોર શરૂ

મહારાષ્ટ્રની 13મી વિધાનસભાની મુદત 9 નવેમ્બરના રોજ પૂરી થાય છે. નવી સરકારની રચના આડે હવે 48 કલાકથી પણ ઓછો સમય બાકી છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યે પંદર દિવસ વીતી ગયા છે અને ચૂંટણીમાં ભાજપ-શિવસેનાની મહાયુતીને બહુમતી મળી હોવા છતાં તેમની વચ્ચે સરકાર રચવા માટે સર્જાયેલી મડાંગાંઠનો કોઈ ઉકેલ આવ્યો નથી. શિવસેના 50:50ની ફોર્મ્યુલા પર અડગ રહી છે. જ્યારે ભાજપે મુખ્યમંત્રીપદ અને મહત્વના મંત્રાલયો આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.

મડાગાંઠ ઉકેલવા રાજ્યપાલે બેઠક યોજી

મહારાષ્ટ્રમાં વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 9મી નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. એટલે કે આ સમય પછી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડશે કે કેમ તે વિષય રાજકીય વર્તૂળોમાં ચર્ચાઈ રહ્યો છે. ભાજપના નેતાઓએ સરકાર રચવાના દાવો કરવાના બદલે આ મડાગાંઠનો કાયદાકીય માર્ગ કાઢવાની વિનંતી કરવા રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીની મુલાકાત લીધી હતી. ભાજપના નેતાઓની મુલાકાત બાદ રાજ્યપાલ કોશ્યારીએ એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણી અને મુંબઈના પોલીસ કમિશનર સંજય બર્વે સાથે બેઠક યોજી હતી. ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલના વડપણ હેઠળ ભાજપના નેતા સુધીર મુનગંટીવાર, આશિષ શેલાર, ગિરીજ મહાજન ગર્વનરની મુલાકાત લઈને સરકાર રચવા થઈ રહેલા વિલંબ બાબતે ચર્ચા કરી હતી.

સરકાર રચવા અંગે અંતિમ નિર્ણય દિલ્હી હાઈકમાન્ડ લેશે

રાજ્યપાલ સાથે મુલાકાત પછી ચંદ્રકાન્ત પાટીલે જણાવ્યું કે ભાજપના નેતાઓએ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે તમામ કાયદાકીય અને રાજકીય પાસા મુદ્દે ચર્ચા કરી હતી. સરકાર રચવા અંગે અંતિમ નિર્ણય દિલ્હી હાઈકમાન્ડ લેશે. આ ચૂંટણીમાં પ્રજાએ ભાજપ- શિવસેના ગઠબંધનને બહુમતિ આપીને ફરી સરકાર રચવાની તક આપી છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે દિલ્હી હાઈકમાન્ડે મહારાષ્ટ્રના નેતાઓને કહ્યું કે તેમણે શિવસેના સાથે સત્તાની ભાગીદારીનો મુદ્દો પોતાની મળે જ ઉકેલી દેવો જોઈએ. એટલું તો સ્પષ્ટ છે કે શિવસેનાને મુખ્યપ્રધાન કે નાયબ મુખ્યપ્રધાનનું પદ ફાળવવામાં નહીં આવે એવું મનાઈ રહ્યું છે.

જો કોઈ ઉકેલ નહિં આવે તો છેલ્લે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ એન્ટ્રી કરે એવી શક્યતા છે. ભાજપના નેતાઓ સાથેની મુલાકાત પછી હાલમાં રાજ્યમાં વર્તમાન કાયદાકીય અને બંધારણીય સ્થિતિની સમિક્ષા માટે રાજ્યપાલે એડવોકેટ જનરલ એડવોકેટ કુંભકોણી સાથે ચર્ચા કરી હતી. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મુંબઈના કમિશનર સંજય બર્વે સાથે પણ ચર્ચા કરી હતી. જોકે, આ બેઠકોમાં તેમની વચ્ચે શું વાટાઘાટો થઈ તે અંગે હજી કોઈ માહિતી બહાર આવી નથી.

10 નવેમ્બરથી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાની શક્યતા

આ સમયમાં સરકાર રચવામાં નહીં આવે તો અંતે 10 નવેમ્બરથી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાની શક્યતા છે. દરમિયાન શિવસેના પક્ષ પ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ ગુરૂવારે બપોરે 12 વાગ્યે માતોશ્રી ખાતે નવનિર્વાચિત તમામ વિધાનસભ્યોની બેઠક યોજી હતી. આ સમયે શિવસેનાના ટોચના અન્ય નેતા પણ ઉપસ્થિત હતા. બેઠકમાં ઉધ્ધવે સરકાર રચાવ પર તમામ પાસા પર ચર્ચા કરી હતી. માતોશ્રીમાં બેઠક પૂર્ણ થયા બાદ શિવસેનાએ હોર્સ ટ્રેડિંગના ભયે સાવચેતીના ભાગરૂપે કેટલાક નિર્ણયો કર્યા હતા.

શિવસેનાએ તેમના તમામ વિધાનસભ્યો અને શિવસેનાને સમર્થન આપનારા કેટલાક અપક્ષોને માતોશ્રી નજીક હોટેલ રંગ શારદામાં ખસેડયા હતા, જ્યાં તેમના ફોન સ્વિચ ઓફ કરવાનો નિર્દેશ અપાયો હતો. એટલું જ નહિ મિટિંગ વખતે પણ તેમના મોબાઈલ હોલની બહાર જમા કરાવ્યા હતા. શિવસેનાના વિધાનસભ્યોએ જણાવ્યું હતું કે અમે બે દિવસ સુધી રંગ શારદામાં રહીશું.

Nitin Gadkari exit poll

મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનશે : નીતિન ગડકરી

કેન્દ્રના પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, હું નવી દિલ્હીમાં ખુશ છું મારો મહારાષ્ટ્રની રાજનીતિમાં પાછા ફરવાનો કોઈ ઈરાદો નથી નીતિન ગડકરીએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદ માટે ગડકરીના નામની ચર્ચાને પોતે જ રદિયો આપ્યો હતો. મહારાષ્ટ્રની જનતાએ શિવસેના-ભાજપ મહાયુતિને જનાદેશ આપ્યો છે અને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં મહાયુતિની જ સરકાર બનશે, એવો વિશ્વાસ પણ નિતીન ગડકરીએ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રની રાજનીતિમાં પણ ફરવાનો મારો કોઈ ઈરાદો નથી. તેમણે મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વમાં સરકાર બનશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો.

READ ALSO

Related posts

અમિત શાહના કોરોના નેગેટિવ હોવા પર પ્રશ્નાર્થ, ગૃહ મંત્રાલયે કહ્યું- હજુ તો ટેસ્ટ જ નથી થયો

Ankita Trada

શું ભારત અને ચીન ફરી મિત્ર બનશે? આ સવાલનો વિદેશ મંત્રીએ આપ્યો ઉચિત જવાબ

pratik shah

શહેરના વિવિધ વિસ્તારમાં ઝરમર ઝરમર વરસ્યો વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!