GSTV
Home » News » ભાજપને ન્યાય તો અમને અન્યાય, શિવસેનાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા

ભાજપને ન્યાય તો અમને અન્યાય, શિવસેનાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને છેલ્લાં 18 દિવસથી ખેંચતાણ ચાલી રહી છે.આ દરમિયાન એક પણ પક્ષ સરકાર રચી ન શકતા હવે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટે ભલામણ કરી છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં તાત્કાલિક મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં રાજ્યપાલની ભલામણને મંજૂરી આપવામાં આવી. કેબિનેટે રાષ્ટ્રપતિને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા અનુરોધ કર્યો છે. બીજી તરફ રાષ્ટ્રપતિ શાસન લગાવવાના નિર્ણય સામે શિવસેના સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે.

રાષ્ટ્રપતિ શાસન લગાવવાના નિર્ણય સામે શિવસેના સુપ્રીમ કોર્ટમાં પહોંચી

શિવસેનાની દલીલ ભાજપને સરકાર રચવા માટે 48 કલાક આપવામાં આવ્યા તો પછી અમને ફક્ત 24 કલાક જ કેમ ?

શિવસેનાની દલીલ છે કે ભાજપને સરકાર રચવા માટે 48 કલાક આપવામાં આવ્યા તો પછી અમને ફક્ત 24 કલાક જ કેમ આપવામાં આવ્યા.જો કે રાજ્યપાલે ત્રીજી મોટી પાર્ટી એનસીપીને સરકાર બનાવવા આજે રાત્રે 8.30 વાગ્યા સુધીનો સમય આપ્યો છે.

જો એનસીપી પણ જરૂરી નંબર મેળવવામાં નિષ્ફળ રહેશે તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઇ શકે છે બીજી તરફ સરકાર રચવા શરદ પવારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ફોન પર વાતચીત કરી. આ ઉપરાંત એનસીપી પ્રમુખ શરદ પવાર લીલાવતી હોસ્પિટલમાં દાખલ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતની ખબર જોવા પણ પહોંચ્યા.

શરદ પવારે તેમના ધારાસભ્યો સાથે મીટિંગ પણ કરી હતી. તો બીજી સોનિયા ગાંધીએ એનસીપીના ચીફ સાથે વાત કરવા કોંગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે.કેસી વેણુગોપાલ અને અહેમદ પટેલને જવાબદારી સોંપી છે. ત્યારે આ ત્રણ નેતાઓ મુંબઈ જઈ શરદ પવાર સાથે મુલાકાત કરશે અને ગઠબંધન સરકાર અંગે ચર્ચા કરશે.

આ મામલે જસ્ટિસ શરદ અરવિંદ બોબડેની ખંડપીઠ કાલે સુનવણી કરશે

મહારાષ્ટ્રમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી છે. કેન્દ્રીય કેબિનેટે આ ભલામણને આધારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને તેની ભલામણ મોકલી છે. રાજ્યપાલના નિર્ણય સામે શિવસેના સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. શિવસેનાનું કહેવું છે કે દાવા રજૂ કરવા માટે તેમને માત્ર 24 કલાકનો સમય આપવામાં આવ્યો હતો, જ્યારે ભાજપને 48 કલાકનો સમય આપવામાં આવ્યો હતો. શિવસેનાએ આરોપ લગાવ્યો હતો કે રાજ્યપાલે ને સરકાર બનાવવાની તકને ના પાડવા માટે ભાજપનાં ઇશારે ઉતાવળ કરી હતી.

NCPની અરજી બાદ રાષ્ટ્રપતિ શાસનની કરાઈ રજૂઆત

સૂત્રોનાં હવાલાથી એહવાલ મળ્યા છે કે એનસીપીએ સવારે 11.30 વાગ્યે રાજ્યપાલને એક લેટર લખ્યો હતો. જેમાં બે દિવસનો સમય માંગ્યો હતો રાજ્યપાલે એનસીપીનાં પત્રનો આધાર બનાવીને ગૃહમંત્રાલયથી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની અરજી કરી હતી.

બીજેપી અને શિવસેનાનું તૂટ્યું ગઠબંધન

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ભાજપા પાસે 105 બેઠકોની સાથે નંબર વન પાર્ટી બની છે. પરંતુ ગત શનિવારે ભાજપાએ સરકાર રચવા માટે અસમર્થ છે તેની જાહેરાત કરી હતી. ત્યાર બાદ રાજ્યપાલે રવિવારે નંબર 2 એટલેકે શિવસેનાને સરકાર રચવા પર આમંત્રણ આપ્યું હતું જેમની પાસે 56 બેઠકો છે. પરંતુ કોંગ્રેસ અને એનસીપી શિવસેનાનાં સમર્થનમાં પત્ર જાહેર કરી શકી નહી, ભલે બન્ને પાર્ટીએ સૈદ્ધાંતિક રીતે તેમને સમર્થનનો દાવો કર્યો હોય.

READ ALSO

Related posts

ડુંગળી પછી હવે મોંધી થશે જીવન જરૂરી દવાઓ, સરકારે 50% કિંમતમાં વધારાની આપી મંજૂરી

Mansi Patel

દેશની હાલત ખરાબ, ઘરોમાંથી બહાર નીકળો અને આંદોલન કરો : મરીશ પણ માફી નહીં માગુ

Mayur

દિલ્હી : ઈમારતમાં ભીષણ આગ લાગતા ત્રણ મહિલાના મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!