મહારાષ્ટ્રમાં શિવસેનાના એકનાથ શિંદેના નેતૃત્વમાં બળવો થયા પછી રાજકિય ઘટનાક્રમ રોજ બદલતો રહે છે. રાજકિય દાવપેચ ઉપરાંત ન્યાય માટે બંને પક્ષો કાનુની લડાઇ પણ લડી રહ્યા છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને અમાન્ય ઠેરવતા ચુકાદા સામે સુપ્રિમ કોર્ટે 10 જુલાઇ સુધી રાહત આપી હતી. તાજેતરમાં રાજયપાલ ભગતસિંહ કોશિયારીએ 30 જુનના રોજ ઉદ્ધવ સરકારને ફલોર ટેસ્ટ કરવાનો આદેશ આપતા આ નિર્ણયને પણ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી પણ ચાલી રહી છે પરંતુ જો ચુકાદો એમવીએ એટલે કે મહા વિકાસ અઘાડી તરીકે ઓળખાતી ઉદ્ધવ સરકારના પક્ષમાં નહી આવે તો ફલોર ટેસ્ટ પહેલા જ રાજીનામુ આપી શકે છે.

આમ પણ એકનાથ શિંદે ગ્રુપના બાગી ઉમેદવારોને મનાવી શકાયા નથી. શિંદે જૂથ પણ ફલોર ટેસ્ટની જ વાત કરી રહયું છે. જો કે ઉદ્દવ સરકારની આશા કાલે ફલોર ટેસ્ટ ના યોજાય તેવી છે આ મુદ્વે સુપ્રિમમાં અરજી કરી છે. મહા વિકાસ અઘાડી સરકારના પક્ષમાં વકિલ અભિષેક મનુ સિંઘવીએ ફલોર ટેસ્ટ કેટલાક દિવસો સુધી ના થાય તે માટે દલીલ કરી રહયા છે. ખાસ કરીને ડેપ્યૂટી સ્પીકરે કરેલા નિર્ણયની અરજીનો કોઇ ચુકાદો ના આવે ત્યાં સુધી વિધાનસભામાં વોટિંગ ના થાય એમ સરકાર ઇચ્છે છે.
આમ જોવા જઇએ તો ફલોર ટેસ્ટથી જ બહુમત છે કે નહી તે જાણી શકાય છે પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર કોર્ટમાં સિંઘવીએ દલીલ કરી છે કે 2 ધારાસભ્યો વિદેશમાં છે, 2 ને કોરોના થયો છે. આવા સમયે રાજયપાલે અચાનક જ ફલોર ટેસ્ટનો આદેશ આપ્યો છે.

કેટલાકનું માનવું છે કે મહારાષ્ટ્રમાં છેલ્લા 10 દિવસથી રાજકિય નાટક ચાલી રહયું છે તે જોતા ફલોર ટેસ્ટથી જ અંત આવી શકે છે. બળાબળના પારખા માટે એક પક્ષ વિધાનસભામાં ફલોર ટેસ્ટ ઇચ્છે છે જયારે બીજો પક્ષ ફલોર ટેસ્ટને ટાળવા રાજી છે. શિવસેનાના 40 થી વધુ બળવાખોર ઉમેદવારો ઉધ્ધવ સરકારની વિરુધમાં છે. આવા સંજોગોમાં ફલોર ટેસ્ટ યોજાય તો બહુમતિ સંખ્યા ઉદ્દવ સરકારના પક્ષમાં જણાતી નથી. બહુમત મળવાની આશા ધૂંધળી જણાય તો આ મુશ્કેલીમાંથી બચવા ઉદ્દવ ઠાકરે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે તેવું ચર્ચાઇ રહયું છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.
READ ALSO
- કુશ્તીબાજ દિવ્યા કાકરાનને સહાય મુદ્દે નવો ટ્વિસ્ટ, ભાજપનો પ્રચાર કરનાર આપને કરે છે બદનામ
- સ્માર્ટફોન ધમાકા/ Moto G32ની ખરીદી પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, 12,000 રૂપિયા સુધીનો આ રીતે મેળવો ફાયદો
- નશાનો કારોબાર/ વડોદરામાં કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSના દરોડા, ઝડપાયું 1000 કરોડનું ડ્રગ્સ
- સિધ્ધાંતો કે આગે ઝૂકનેકા નહીં / ‘પુષ્પા’ ફેઈમ અલ્લુ અર્જુને 10 કરોડની ઓફર ફગાવી
- મોદીના ફરમાન પછી સંઘે તિરંગો અપનાવ્યો, કચવાટ થતાં ઈતિહાસ બદલાયો