GSTV

શિવસેનાના 48 કલાકના અલ્ટિમેટમનો ભાજપે આપ્યો આકરો જવાબ, ભાજપ નથી ઝૂકવાના મૂડમાં

Last Updated on November 6, 2019 by Karan

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના વચ્ચેની બબાલ વધી રહી છે. શિવસેનાએ ભાજપને 48 કલાકનું અલ્ટીમેટમ આપી દીધું છે. જેને અનુલક્ષીને  શિવસેના મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે પ્લાન બી પર કામ શરૂ કરી શકે છે. જે અંતર્ગત શિવસેના અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી શકે છે, જ્યારે કોંગ્રેસ આ સરકારને બહારથી ટેકો આપી શકે છે. આવી સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે શિવસેના તરફથી ટૂંક સમયમાં કોઈ મોટી જાહેરાત થઈ શકે છે.

અમારા દરવાજા તેમના માટે 24 કલાક ખુલ્લા

શિવસેનાના આ અલ્ટીમેટમનો ભાજપે પણ આકરો જવાબ આપ્યો છે. ભાજપના મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી સુધીર મુનગંટીવારે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી તો દેવેન્દ્ર ફડણવીસ જ બનશે અને ભાજપ ટૂંક સમયમાં સરકાર બનાવશે. હવે શિવસેનાએ નક્કી કરવાનું છે કે તે સરકાર બનાવવા ક્યારે પગલું ભરે છે. આ ઉપરાંત  મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યું છે કે, તેમને અત્યાર સુધી સરકારની રચના અંગે શિવસેના તરફથી કોઈ પ્રસ્તાવ મળ્યો નથી. પાટિલે કહ્યું કે, અમે રાહ જોઈ રહ્યા છીએ અને અમારા દરવાજા તેમના માટે 24 કલાક ખુલ્લા છે. અમે વહેલામાં વહેલી તકે ‘મહાયુતી’ સરકાર બનાવીશું.

સંજય રાઉત એનસીપી પ્રમુખ શરદ પવારને મળ્યા

 મહારાષ્ટ્રમાં સરકાર કોણ બનાવશે તે અંગે કોઈ ચિત્ર સ્પષ્ટ થયું નથી. શિવસેના અને ભાજપ એકબીજા પર કાદવ ઉછાળી રહ્યા છે. શિવસેનાએ ભાજપને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યા બાદ આજે સંજય રાઉત એનસીપી પ્રમુખ શરદ પવારને મળ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત ઘણી મહત્વની છે અને કદાચ સરકાર બનાવવાનો માર્ગ પણ નીકળી શકે છે.

Related posts

SBIના 46 કરોડ ગ્રાહકો માટે મોટા સમાચાર: ફટાફટ કરી લેજો તમારૂ આ કામ નહીંતર બંધ થઈ જશે બેંક ખાતુ

Pravin Makwana

રૂપાણી સરકારને પાંચ વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન, આજે ‘જ્ઞાન શક્તિ દિવસ’ની ઉજવણી

Dhruv Brahmbhatt

નિયમો બદલાયા: આજથી પોસ્ટના આ નિયમો બદલાઈ જશે, આટલી સર્વિસ માટે હવે વધારાનો ચાર્જ ચુકવવો પડશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!