GSTV
Home » News » ભાજપ અને શિવસેનાના કકળાટમાં બદલાયા સમીકરણો, હવે કોંગ્રેસના હાથમાં પાવર સ્ટિયરીંગ

ભાજપ અને શિવસેનાના કકળાટમાં બદલાયા સમીકરણો, હવે કોંગ્રેસના હાથમાં પાવર સ્ટિયરીંગ

મહારાષ્ટ્રમાં શિવસેનાને સમર્થનના નિર્ણય પર વિચાર કરવા માટે સોનિયા ગાંધીની સાથે દિલ્હીમાં કોંગ્રેસનાં મોટા નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્ર કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓની સાથે અહેમદ પટેલ અને એકે એન્ટની જેવાં વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા. ત્યારે શિવસેનાનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સીધા ફોન પર સોનિયા ગાંધીની સાથે વાત કરી હતી.

મહારાષ્ટ્ર સરકારની રચાનાને લઈને સર્જાયેલી રાજકિય હલચલ તેજ બની છે. હાલની વિધાનસભાની ચૂંટણીમાં સીટોના હિસાબે જોવામાં આવે તો મહારાષ્ટ્રમાં સરકાર રચવાની ચાવી ચોથી સૌથી મોટી પાર્ટી કોંગ્રેસના હાથમાં  છે. મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલી ભાજપ પાસે પુરતું સંખ્યા બળ નહી હોવાના લીધે રાજ્યમાં સરકાર નહી રચવાનો નિર્ણય કર્યો છે. જે બાદ રાજ્યપાલે  શિવસેનાને સરકાર રચવા માટે નિમંત્રણ મોકલ્યું. શિવસેના ભાજપ બાદ રાજ્યમાં બીજી સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી છે.

જો કે મહારાષ્ટ્રમાં સીટો પ્રમાણે ચોથી સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ પાસે હવે રાજ્યમાં બિન-ભાજપ સરકાર રચવાની ચાવી છે. ભાજપ વિના સરકાર બનાવવા પર વિચાર કરી રહેલી શિવસેનાએ કહ્યું છે કે, તે કોંગ્રેસ અને NCP બંન્ને પાસેથી સમર્થન માટે સત્તાવાર સંવાદની રાહમાં છે. રાજ્યમાં ભાજપ પાસે 105 સીટો છે જ્યારે શિવસેના પાસે 56 સીટો છે. આમ, શિવસેના, NCP અને કોંગ્રેસ સાથે મળે તો જ બહૂમતીના જાદૂઈ આંકડાને આંબી શકાય તેમ છે.

મહારાષ્ટ્ર માટે કોંગ્રેસના સિનિયર નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, પાર્ટી મહારાષ્ટ્રના કેટલાંક સિનિયર નેતાઓ સાથે વિકલ્પોની શક્યતાઓ પર ચર્ચા કરશે. અમે આજે સાંજે 4 વાગ્યે અમારા નિર્ણયની જાહેરાત કરીશું. અત્રે નોંધનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ નવ નવેમ્બરે પૂર્ણ થઈ ચૂક્યો છે.

READ ALSO

Related posts

નિર્ભયા મામલો: સગીર હોવાના દાવાવાળી અરજી પર 20 જાન્યુઆરીએ સુનવણી કરશે સુપ્રિમ કોર્ટ

Mansi Patel

પાકિસ્તાનમાં હવે આવ્યુ લોટનું સંકટ,પડોશી દેશને બે ટંકની રોટલી મેળવવા પડી રહ્યા છે ફાંફા

Mansi Patel

‘હિટમેન’ રોહિત શર્માએ ગાંગુલી-સચિનને પછાડ્યા, ODIમાં પૂર્ણ કર્યા ધમાકેદાર 9000 રન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!