GSTV
India News Trending

બળવો કરનાર ધારાસભ્યની પહેલી પસંદ ભાજપ, 5 વર્ષમાં 182 લોકોએ લીધો આશરો

પહેલા કર્ણાટક, પછી મધ્યપ્રદેશ અને હવે મહારાષ્ટ્ર. ધારાસભ્યોના બળવાની રમત હવે મહારાષ્ટ્રમાં પણ શરૂ થઈ ગઈ છે. શિવસેનાના ધારાસભ્ય અને ઉદ્ધવ સરકારમાં મંત્રી એકનાથ શિંદેએ બળવાનું શંખનાદ ફૂંકી દીધુ છે. આનાથી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહા વિકાસ અઘાડી સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. કર્ણાટક અને મધ્યપ્રદેશમાં જે થયું તે મહારાષ્ટ્રમાં થશે તો ઉદ્ધવની સરકાર પણ પડી જશે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 બેઠકો છે. હવે એક ધારાસભ્યના અવસાનથી એક સીટ ખાલી છે, તેથી આ હિસાબે હવે 287 ધારાસભ્યો છે. સરકાર બનાવવા અથવા જાળવવા માટે 144 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. હાલમાં મહાવિકાસ અઘાડી સરકાર પાસે 153 ધારાસભ્યો છે. જેમાં શિવસેનાના 55, એનસીપીના 53 અને કોંગ્રેસના 44 ઉમેદવારો છે. જોકે, એકનાથ શિંદે દાવો કરી રહ્યા છે કે તેમની પાસે 40થી વધુ ધારાસભ્યો છે. જો આ બળવાખોર ધારાસભ્યો ભાજપ તરફ વળે છે, તો મહારાષ્ટ્રમાં ફરીથી ભાજપની સરકાર બનશે તે લગભગ નિશ્ચિત છે.

ધારાસભ્ય

વાસ્તવમાં બળવો કરનાર ધારાસભ્યોની પહેલી પસંદ ભાજપ જ છે. આંકડા દર્શાવે છે કે 5 વર્ષમાં 405 ધારાસભ્યોએ તેમની પાર્ટી છોડી. આમાંથી લગભગ 45 ટકા ધારાસભ્યો બાદમાં ભાજપમાં જોડાયા હતા. આ આંકડા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના છે. જેમાં 2016થી 2020 સુધીના 5 વર્ષમાં પાર્ટી છોડીને અન્ય પાર્ટીમાં સામેલ થયેલા ધારાસભ્યોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ ADR રિપોર્ટ ગયા વર્ષે માર્ચમાં આવ્યો હતો.

બળવાનો સૌથી વધુ ફાયદો ભાજપને થયો

માર્ચ 2021નો ADR રિપોર્ટ જણાવે છે કે 2016 અને 2020ની વચ્ચે દેશભરની એસેમ્બલીમાંથી 405 ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી હતી. તેમાંથી 182 એટલે કે 45% ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા.

રિપોર્ટ અનુસાર, પાર્ટી છોડનારા 38 એટલે કે 9.4% ધારાસભ્યો કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. જ્યારે 25 ધારાસભ્યો તેલંગાણા રાષ્ટ્ર સમિતિમાં અને 16 ધારાસભ્યો તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. નેશનલ પીપલ્સ પાર્ટીમાં 16, જેડીયુમાં 14, બીએસપી અને ટીડીપીમાં 11-11 ધારાસભ્યો જોડાયા હતા.

બળવાનો સૌથી મોટો ફટકો કોંગ્રેસને પડ્યો છે. પાંચ વર્ષમાં કોંગ્રેસના 170 ધારાસભ્યોએ પાર્ટી છોડી, જ્યારે ભાજપના 18 ધારાસભ્યો છે. બસપા અને ટીડીપીના 17-17 ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી હતી. તે જ સમયે, 5 વર્ષમાં શિવસેનાનો એક પણ ધારાસભ્ય નથી, જેણે તેમની પાર્ટીને અલવિદા કહ્યું હોય.

ધારાસભ્ય

પાર્ટી છોડી દીધી, પણ સફળતાનો દર કેટલો છે?

ધારાસભ્યોની પાર્ટી છોડવાની પ્રક્રિયા સામાન્ય રીતે ચૂંટણીના વર્ષ અથવા ચૂંટણી પહેલા થાય છે, પરંતુ ઘણી વખત ધારાસભ્યો મધ્યમાં બળવો કરે છે. કર્ણાટક અને મધ્યપ્રદેશમાં આવું બન્યું છે. વચ્ચે જ ધારાસભ્ય રાજીનામું આપી દે છે અને બીજી પીર્ટીમાં જોડાઈને તેમની ટિકીટ ઉપર પેટાચૂંટણી લડે છે.

ધારાસભ્યો પોતાનો પક્ષ છોડીને બીજી પાર્ટીમાં જવાનો સફળતાનો દર કેટલો છે? એટલે કે, તેમાંથી કેટલા જીત્યા?

ADR અનુસાર, 2016 અને 2020 ની વચ્ચે, એવા 357 ધારાસભ્યો હતા જેઓ એક જ સમયે અન્ય પાર્ટીમાં જોડાઈને વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. તેમાંથી માત્ર 170 એટલે કે 48% જ જીતવામાં સફળ રહ્યા હતા. જ્યારે, 48 ધારાસભ્યો એવા હતા જેઓ અન્ય પક્ષની ટિકિટ પર પેટાચૂંટણી લડ્યા હતા અને તેમાં 39 એટલે કે 81% જીત્યા હતા.

વાઘાણી

જો આંકડાઓ પર નજર કરીએ તો સમજાય છે કે પેટાચૂંટણીમાં જીતેલા ધારાસભ્યો પોતાની પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં ગયા છે. જ્યારે વિધાનસભાની ચૂંટણી લડનારા બળવાખોર ધારાસભ્યોનો સફળતાનો દર ઓછો છે.

ધારાસભ્યોની વાત થઈ, પણ સાંસદોનું શું?

ધારાસભ્યોના પક્ષ છોડવાની ચર્ચા હતી, હવે સાંસદોની પણ વાત કરીએ. 5 વર્ષમાં 12 લોકસભા અને 16 રાજ્યસભા સાંસદોએ પાર્ટી છોડી દીધી. ભાજપના 5 લોકસભા સાંસદોએ પાર્ટી છોડી દીધી હતી જ્યારે કોંગ્રેસના 7 રાજ્યસભા સાંસદોએ પાર્ટી છોડી દીધી હતી.

લોકસભા અને રાજ્યસભાના સાંસદોના બળવાથી ભાજપ અને કોંગ્રેસ બંનેને ફાયદો થયો. પાર્ટી છોડીને 5 લોકસભા સાંસદ કોંગ્રેસમાં જોડાયા હતા. જ્યારે રાજ્યસભાના 10 સાંસદો ભાજપમાં જોડાયા હતા.

READ ALSO:

Related posts

મહારાષ્ટ્ર સંકટ / ઉદ્ધવના રાજીનામા પછી દેવેન્દ્ર ફડણવીસનું થશે રાજતિલક, શિંદેની પણ ચમકશે કિસ્મત

Zainul Ansari

Breaking / ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલ

Zainul Ansari

મોટા સમાચાર / સુપ્રીમમાંથી ફટકો પછી સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરેનું સંબોધન, આપી શકે છે રાજીનામું

Zainul Ansari
GSTV