એકનાથ શિંદે સાથે ગુવાહાટીમાં હાજર તમામ ધારાસભ્યોનો એક ગ્રુપ ફોટો સામે આવ્યો છે. આ તમામ ધારાસભ્યો સાથે બેસીને શિવસેના ઝિંદાબાદ, બાળાસાહેબ ઠાકરે કી જયના નારા લગાવી રહ્યા છે. જેમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્યોની સાથે અપક્ષ ધારાસભ્યો પણ સામેલ છે. તેમની કુલ સંખ્યા 42 છે.
#WATCH | Assam: In a fresh video from Radisson Blu Hotel in Guwahati, rebel Maharashtra MLAs – including Eknath Shinde – sit together and raise slogans of "Shinde sa'ab tum aage badho, hum tumhare saath hain."#MaharashtraPoliticalCrisis pic.twitter.com/NwBMpNeuG8
— ANI (@ANI) June 23, 2022
શિવસેનાની બેઠકમાં માત્ર 12 ધારાસભ્યો જ પહોંચ્યા હતા
આ ધારાસભ્યો બેઠકમાં પહોંચ્યા હતા
1) અજય ચૌધરી
2) રવિન્દ્ર વાયકર
3) રાજન સાલ્વી
4) વૈભવ નાઈક
5) નીતિન દેશમુખ
6) ઉદય સામંત
7) સુનીલ રાઉત
8) સુનીલ પ્રભુ
9) દિલીપ લાંડે
10) રાહુલ પાટીલ
11) રમેશ કોરગાંવકર
12) પ્રકાશ ફટાર્પેકર
13) આદિત્ય ઠાકરે (માતોશ્રીમાં હાજર)
શિવસેનામાં બળવો કેટલો વધી ગયો છે, તેનો અંદાજો હવે લગાવવામાં આવી રહ્યો છે. શિવસેના દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં માત્ર 12 ધારાસભ્યો જ પહોંચ્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેનાના 55 ધારાસભ્યો છે. એકનાથ શિંદે પહેલા જ દાવો કરી ચૂક્યા છે કે શિવસેનાના 38 ધારાસભ્યો તેમની સાથે છે. શિંદેએ આજે એમ પણ કહ્યું હતું કે 13 ધારાસભ્યો સિવાય તમામ ધારાસભ્યો તેમની સાથે છે.
READ ALSO
- મહારાષ્ટ્ર / બળવાખોર ધારાસભ્યોની સુપ્રીમ કોર્ટમાં અરજી : અમારા જીવને જોખમ, રોજ મળી રહી છે ધમકીઓ
- સ્માર્ટ સિટીની સ્માર્ટ પહેલ / હવે વોટ્સએપ દ્વારા કોર્પોરેશનને કરો ફરિયાદ, AMCએ નંબર કર્યો જાહેર
- મહારાષ્ટ્ર સત્તા સંગ્રામ / રાજકીય ઘમાસાણ વચ્ચે આદિત્ય ઠાકરેનું નિવેદન, ‘હમ શરીફ ક્યાં હુએ, દુનિયા બદમાશ હો ગઈ’
- વર્લ્ડ રેકોર્ડ / સળંગ 10 કલાક સુધી 105થી વધુ ગીતો ગાયા, અમદાવાદની આ સંસ્થાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ
- Health Tips / તમારા રસોડામાં જ છે એક એવો મસાલો જે યુરિક એસિડ જેવી ઘણી સ્મસ્યોઓનો છે રામબાણ ઈલાજ