GSTV
India News ટોપ સ્ટોરી

આરપારની લડાઈ! જો સરકાર બચાવવાનો પ્રયત્ન કર્યો તો પવારને ઘરે નહીં જવા દઈએ, સંજય રાઉતે કેન્દ્રીય મંત્રી પર લગાવ્યો મોટો આરોપ

મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેનાના ફાયર બ્રાન્ડ નેતાએ ભારતીય જનતા પાર્ટી પર સણસણતો આરોપ લગાવ્યો છે. શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વીટ કર્યું કે ભાજપના એક કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે જો મહા વિકાસ અઘાડી સરકારને બચાવવાના પ્રયાસો કરવામાં આવશે તો શરદ પવારને ઘરે જવા દેવામાં આવશે નહીં. મહાવિકાસ આઘાડીની સરકાર હોય કે ન હોય પણ શરદ પવાર માટે આવી ભાષાનો ઉપયોગ સ્વીકાર્ય નથી.

‘પવાર સાહેબને મળી રહી છે ધમકીઓ’

સંજય રાઉતે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે, ‘પવાર સાહેબને ધમકીઓ મળી રહી છે. એક કેન્દ્રીય મંત્રી ધમકીઓ આપી રહ્યો છે, કહી રહ્યો છે કે ઘરે નહીં જવા દઈએ. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાંભળી લો- તમારો એક મંત્રી પવારજીને ધમકીઓ આપી રહ્યો છે, શું તમને આ મંજૂર છે?’

સંજય રાઉતનું ટ્વિટ

મહારાષ્ટ્રની રાજકીય ઉથલ-પાથલ વચ્ચે શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદેએ તેમને 50થી વધારે ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે. તેમાં 37થી વધારે ધારાસભ્યો શિવસેનાના છે. એકનાથ શિંદેના કહેવા પ્રમાણે ‘જેમને અમારી ભૂમિકા પર વિશ્વાસ છે, જે બાલાસાહેબની આઈડિયોલોજીને આગળ લઈ જવા માગે છે, જેમને તે પસંદ છે તે અમારા સાથે આવશે.’

ઉપરાંત 12 બાગી ધારાસભ્યોને અયોગ્ય ઘોષિત કરવાની અરજીને ગેરકાયદેસર ગણાવતા કહ્યું હતું કે, અમે લોકો બહુમતમાં છીએ અને લોકશાહીમાં નંબરનું જ મહત્વ હોય છે. તેઓ આ પ્રકારે સસ્પેન્ડ ન કરી શકે. સાથે જ પલટવાર કરતા કહ્યું હતું કે, વ્હિપ ફક્ત વિધાનસભાના કાર્યો માટે જ લાગુ થાય છે.  શિંદેએ ટ્વિટમાં લખ્યું હતું કે, ‘તમે કોને ધમકી આપવાનો પ્રયત્ન કરી રહ્યા છો? અમે તમારી ચાલાકીઓને સમજીએ છીએ તથા કાયદાને પણ સમજીએ છીએ. બંધારણની 10મી અનુસૂચિ પ્રમાણે વ્હિપ વિધાનસભાના કાર્યો માટે લાગુ થાય છે, કોઈ બેઠક માટે નહીં.’

મહારાષ્ટ્રમાં સર્જાયેલા રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે બળવાખોર ધારાસભ્યો અંગે નિવેદન આપ્યુ છે.  તેમણે જણાવ્યુ કે, મહારાષ્ટ્રમાં જે કઈ થયુ તેના માટે ભાજપ જવાબદાર છે.  અમે બળવાખોર સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી છે. સરકાર બનાવવા માટે ધમકી આપવામાં આવી રહી છે. આ પ્રકારની ધમકી આપી અમે મહારાષ્ટ્રનું અપમાન સહન નહીં કરીએ. રાઉતે વધુમાં જણાવ્યુ કે,  બળવાખોર દ્વારા જે આંકડો રજૂ કરવામાં આવ્યો છે તે ક્યારેય સ્થિર નથી રહેવાનો.

વધુમાં જણાવ્યું કે, ‘આંકડો કદી સ્થિર નથી રહેતો. જે 12 ધારાસભ્યોએ બગાવત કરી છે તેમના સામે એક્શન લેવાની શરૂઆત કરવામાં આવી છે. હવે તો આ કાયદાકીય લડાઈ લડવામાં આવશે. આ તો બંધારણીય લડાઈ છે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે, મહારાષ્ટ્રમાં જે બની રહ્યું છે તેના પાછળ ભાજપનો હાથ છે.’

READ ALSO

Related posts

BIG BREAKING / ઉદ્ધવ સરકારની આવતીકાલે અગ્નિપરીક્ષા, સુપ્રીમ કોર્ટનો ‘સુપ્રીમ’ ચુકાદો

Hardik Hingu

BIG BREAKING / સુપ્રીમકોર્ટે ફ્લોર ટેસ્ટ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો, ટૂંક સમયમાં મહત્વનો ચુકાદો આપશે

Hardik Hingu

મહારાષ્ટ્રના સત્તા સંઘર્ષમાં અમિત શાહની એન્ટ્રી : ભાજપ હવે ઉદ્ધવ સરકારને ઉથલાવી દેશે

Hardik Hingu
GSTV