GSTV
India News Trending

મહારાષ્ટ્રમાં આટલા હજાર પોલીસકર્મચારીઓ જ થયા Coronaનો શિકાર, આટલાના મોત

Corona

મહારાષ્ટ્રમાં કોરોના (Corona) વાઇરસના ચેપમાં સપડાયેલા પૈકી ૨૫ ટકા દરદીઓ સ્વસ્થ થઇને કોરોના મુક્ત થયા છે. એવો દાવો રાજ્ય સરકાર કરી રહી છે. પણ બીજી તરફ મહારાષ્ટ્રમાં કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પરિણામે મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના ચેપનું જોખમ સતત વધી રહ્યું છે. દિનપ્રતિદિન દરદીઓની સંખ્યામાં અને મરણનું પ્રમાણ વધતું હોવાથી સરકાર પણ ચિંતિત થઇ ગઇ છે. 

મુંબઇગરા લોકડાઉનનું ઉલ્લંઘન કરીને ભીડ કરી રહ્યા છે

એટલું જ નહિ જનતામાં પણ ભયનું વાતાવરણ ફેલાઇ ગયું છે પણ મુંબઇના અનેક સ્થળોએ મુંબઇગરા લોકડાઉનનું ઉલ્લંઘન કરીને ભીડ કરી રહ્યા છે. આજે મહારાષ્ટ્રમાં દિવસભરમાં કોરોનાથી ૬૪ જણ મૃત્યુ પામ્યા હતા. જ્યારે કોરોનાના નવા ૨૩૪૫ દરદી નોંધાયા હતા. આથી મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા ૪૧,૬૪૨ પહોંચ્યો છે. જ્યારે મહારાષ્ટ્રમાં મરણાંક વધીને ૧૪૫૪ સુધી થયો છે.

જ્યારે દેશની આથક રાજધાની  મુંબઇમાં આજે દિવસભર નવા કોરોનાના ૧૩૮૨ દર્દી નોંધાતા અત્યાર સુધી શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૨૫,૫૦૦ થઇ છે અને ૪૧ દરદીઓનું મોત નીપજ્યું હતું. આથી અત્યાર સુધી મુંબઇમાં મરણાંક વધીને ૮૮૨ સુધી પહોંચ્યો છે. આમ મુંબઇમાં કોરોનાએ માજા મૂકી દીધી છે.

રાજ્યમાં ૧૧,૭૨૬ દર્દી સાજા થઇ હોસ્પિટલથી ઘરે ગયા

મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તો સ્વસ્થ થઇ રહ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં ૧૧,૭૨૬ દર્દી સાજા થઇ હોસ્પિટલથી ઘરે ગયા છે. એટલે કે કોરોના મુક્ત  થયા છે. આજે ૧૪૦૮ દરદી સાદા થતા ડિસ્ચાર્જ કરાયા છે. કોરોનાથી ડરવાની જરૂર નથી. યોગ્ય સમયસર ઉપચાર  મળતા દરદીઓ સાજા થઇ છે. આ બીમારીમાં મરણાંક સંખ્યા ઓછી છે પણ કાળજી લેવી ખૂબ જ મહત્વની છે. એમ કહીને આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે લોકોએ લોકડાઉનનો અમલ કરવો તેમજ લોકોએ ઘરની બહાર નીકળવું નહિ. જરૂરથી આપણે કોરોનાના સંકટથી બહાર નીકળી જઇશું એવી આશા વ્યક્ત કરી હતી.

અનેક જિલ્લાઓ Coronaના ભરડામાં

જો કે મુંબઇ ઉપરાંત થાણે, પુણે અમરાવતી સહિત રાજ્યના અનેક જિલ્લાઓ કોરોનાના ભરડામાં લપેટાઇ ગયા છે. પુણેમાં કોરોનાગ્રસ્તની સંખ્યા ૪૪૬૨ છે જ્યારે થાણેમાં ૨૩૬૬ દર્દી છે. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં દિનપ્રતિદિન કોરોનાના દરદીની સંખ્યા વધી રહી છે. હકીકતમાં મુંબઇની ધારાવી સહિત અનેક ઝૂંપડપટ્ટીમાં કોરોનાએ મજબૂત પગપેસારો કર્યો છે. ધારાવીમાં આજે ૪૭ નવા દરદી નોંધાતા અત્યાર સુધી કોરોનાના દરદીની સંખ્યા ૧૪૨૫ સુધી પહોંચી છે. અને મરણાંક ૬૫ છે. આ સિવાય ગોવંડી, શિવાજીનગર, માનખુર્દ, કુર્લા, ચેમ્બુર, મુલુંડ, ભાડુંપ, દહિંસર, કાંદીવલી, મલાડ, જોગેશ્વરી, અંધેરી વિલેપાર્લે, ખાર, ભિંડીબજાર, ભાયખલા, વરલી, મહમદઅલી રોડના વિસ્તારોમાં કોરોનાના દરદીની સંખ્યા વધી રહી છે. આથી મુંબઇ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગને વધુને વધુ હોસ્પિટલોમાં ખાટલાની વ્યવસ્થા કરવી પડે છે.

હવે પાલિકાએ ખુલ્લા મેદાનમાં, પાકગ સ્થળોએ, પ્રદર્શન સેન્ટર, રેસકોર્સ સહિત અને વિસ્તારમાં આઇસોલેસન સેન્ટર (કોવિડ કેર સેન્ટર) ઉભા કરીને એક લાખ ખાટલા ઉભા કરવાનો નવનિયુક્ત પાલિકા કમિશનર ઇકબાલ સિંહ ચહલે આદેશ જારી કર્યો છે. મહારાષ્ટ્રમાં આજે મૃત્યુ પામેલા ૬૪ દર્દી પૈકી મુંબઇમાં ૪૧, માલેગાંવમાં ૯, પુણેમાં ૭, ઔરંગાબાદમાં ૩, નવી મુંબઇમાં ૨, પિંપરી-ચિંચવડમાં ૧ અને સોલાપુરમાં એકનો સમાવેશ થાય છે. આમા પુરુષ ૩૩ અને  મહિલા ૧૮ મૃત્યુ પામી હતી, એવી જાણકારી રાજેશ ટોપેએ આપી હતી. મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં અર્ધલશ્કરી દળ ફરજ પર ગોઠવાઇ ગયા છે. અને તેઓ લોકડાઉનમાં સખતાઇ પૂર્વક અમલ કરાવી રહ્યા છે.

Read Also

Related posts

BIG NEWS! સિદ્ધુ મૂસેવાલાની હત્યાના માસ્ટરમાઇન્ડ ગેંગસ્ટર ગોલ્ડી બરારની કેલિફોર્નિયામાંથી ધરપકડ,

pratikshah

વર્લ્ડ નંબર ટુ બેલ્જીયમ ફિફા વર્લ્ડકપમાંથી બહાર: મોરક્કોએ રાઉન્ડ ઓફ 16માં એન્ટ્રી મેળવી

Padma Patel

સરકારની તિજોરી છલોછલ! નવેમ્બરમાં GST કલેક્શન રૂ. 1.46 લાખ કરોડ પરંતુ ઓક્ટોબર કરતાં પાંચ હજાર કરોડ ઓછું! આ છે કારણો

pratikshah
GSTV