GSTV
Home » News » ‘7 વર્ષની જેલ થશે…’ પ્રિયંકા ચોપરાએ એવું તો શું કર્યુ કે મહારાષ્ટ્ર પોલીસે વૉર્નિંગ આપવી પડી?

‘7 વર્ષની જેલ થશે…’ પ્રિયંકા ચોપરાએ એવું તો શું કર્યુ કે મહારાષ્ટ્ર પોલીસે વૉર્નિંગ આપવી પડી?

સોનાલી બોસની ફિલ્મ ધ સ્કાય ઇઝ પિંકનું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. ફિલ્મનું ટ્રેલર લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. ફિલ્મમાં પ્રિયંકા ચોપરા, ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ મુખ્ય ભુમિકામાં છે. ફિલ્મમાં ઝાયરા વસીમ (આયશા)ને એક બિમારી છે.

ટ્રેલરના અનેક ડાયલૉગ્સ ચર્ચામાં છે. મહારાષ્ટ્ર પોલીસે પણ ચેતવણી આપતાં લોકો સુધી એક મેસેજ પહોંચાડ્યો છે. મહારાષ્ટ્ર પોલીસે ટ્વિટ કર્યુ- IPC સેક્શન 393 અંતર્ગત 7 વર્ષની સજા થાય છે. #ColoursOfLaw #TheSkyIsPink @priyankachopra @FarOutAkhtar. સાથે જ તેમણે ફોટો શેર કર્યો છે જેમાં પ્રિયંકા કહી રહી છે કે, એકવાર આયશા સ્વસ્થ થઇ જાય, પછી સાથે બેંક લૂંટીશુ.

પ્રિયંકા ચોપરાએ પણ મહારાષ્ટ્ર પોલીસે ટ્વિટને શેર કરતાં લખ્યું, OOPS. રંગે હાથ પકડાઇ ગઇ. હવે પ્લાન B એક્ટિવ કરવો પડશે. આ સાથે જ તેણે See no evil monkey ઇમોજી શેર કરી છે.

જણાવી દઇએ કે છેલ્લે મજાક કરતાં પ્રિયંકા કહે છે- આયેશા સ્વસ્થ થઇ જશે તો બેન્ક લૂંટીશુ. ફિલ્મ ધ સ્કાય ઇઝ પિંકનું ટ્રેલર રિલિઝ થઇ ગયું છે. સોનાલી બોસના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મથી પ્રિયંકા ચોપરા આશરે 3 વર્ષ બાદ બોલીવુડમાં કમબેક કરવા જઇ રહી છે. ફિલ્મમાં ઝાયરા વસીમ, ફરહાન અખ્તર,  રોહિત શરફ પણ મહત્વની ભુમિકામાં નજરે આવશે. ફિલ્મના લુક પોસ્ટર્સ પહેલા જ રિવિલ કરવામાં આવ્યા હતા. ધ સ્કાય ઇઝ પિંક 11 ઓક્ટોબરના રોજ રિલિઝ થશે.

ટ્રેલરમાં રોમાન્સ, ઇમોશન્સ અને ફેમિલિ લવ જોવા મળે છે. ધ સ્કાય ઇઝ પિંક મોટિવેશનલ સ્પીકર આયેશા ચૌધરીના જીવન પર આધારિત ફિલ્મ છે. જે પલ્મનરી ફાઇબરોસિસથી પીડિત હતી. પ્રિયંકા ફિલ્મમાં અદિતિ ચૌધરી અને ફરહાન અખ્તર નિરેન ચૌધરીના રોલમાં જોવા મળશે. બંને પતિ-પત્નીની ભુમિકામાં છે, ઝાયરા તેની દિકરીના રોલમાં નજરે આવશે.

ધ સ્કાય ઇઝ પિંકનું ટ્રેલર

ફિલ્મ વિશે પ્રિયંકાએ જણાવ્યું કે આ ફિલ્મ પ્રેમ અને આશા વિશે છે. એક્ટ્રેસ ફિલ્મનો હિસ્સો બનીને ખુશ છે. તેણે પોતાના રોલને ઘણો ચેલેન્જિંગ ગણાવ્યો છે. ધ સ્કાય ઇઝ પિંક 25 દેશોમાં રિલિઝ થશે.

પ્રિયંકાની કમબેક મુવી હોવાની સાથે ઝાયરા વસીમની આ છેલ્લી ફિલ્મ પણ છે. હકીકતમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ ઝાયરાએ બોલીવુડને અલવિદા કહી દીધું છે. હવે ફિલ્મના પ્રમોશનલ ઇવેન્ટનો હિસ્સો બને છે કે કેમ તે વિશે હાલ કંઇ કહેવું મુશ્કેલ છે.

Read Also

Related posts

મલાઇકા વિદેશમાં પણ પાથરી રહી છે પોતાના હુસ્નનો જલવો, સેક્સી ડાન્સ મૂવ્સે ઇન્ટરનેટ પર મચાવી ધૂમ

Bansari

કિશોરીઓને ફોસલાવીને ઑનલાઇન કરાવ્યું ગંદુ કામ, સામે આવ્યા 22 હજાર અશ્લીલ વીડિયો

Bansari

ન્હાતી વખતે પાણીમાં ઉમેરી દો આ એક વસ્તુ, છૂમંતર થઇ જશે બધો થાક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!