GSTV

વિધિની વક્રતાઃ 21 વિદેશી અને જમાતીઓની ધરપકડ કરનાર જાબાંજ પોલીસ અધિકારીને થયો કોરોના

Last Updated on April 11, 2020 by Ankita Trada

મહારાષ્ટ્રના એક વરિષ્ઠ પોલીસ અધિકારી કોરોના પોઝિટિવ મળ્યા છે. તેમણે 21 વિદેશી નાગરિકો અને તબલિગી જમાતના સભ્યોની ધરપકડ કરી લીધી હતી. પોલીસ ઈન્સપેક્ટરે કોરોના વાયરસના પ્રકોપની વચ્ચે દિલ્હીના નિજામુદ્દીન ક્ષેત્રમાં તબલિગી જમાત આયોજન બાદ મુંબ્રામાં 21 વિદેશી નાગરિકોને પકડવા માટે એક અભિયાનનું નેતૃત્વ કર્યુ છે.

13 બાંગ્લાદેશી અને 8 મલેશિયન નાગરિકોને પકડ્યા

આ અભિયાન દરમિયાન વરિષ્ઠ પોલીસ ઈન્સપેક્ટે 13 બાંગ્લાદેશી અને 8 મલેશિયન નાગરિકોને પકડ્યા હતા. જેમણે માર્ચમાં તબલિગી જમાતમાં ભાગ લીધો છે. 21 વિદેશી નાગરિકોને પહેલાથી જ તમિલનાડુ અને ફરી મહારાષ્ટ્રના મુંબ્રાની યાત્રા કરી હતી. ત્યારબાદ તેઓ મસ્જિદ અને સ્કૂલમાં છુપાયેલા મળ્યા હતા.

તબલિગીઓને પકડવા અભિયાન

સરકારની સલાહ અને અપીલ બાદ પણ અધિકારીઓની સામે ઉપસ્થિત થયા ન હતા. ત્યારબાદ તેમને પકડવા માટે અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ. મુંબ્રા પોલીસે મસ્જિદ અને સ્કૂલના ટ્રસ્ટિઓની વિરુદ્ધ વિદેશી નાગરિકોને શરણ આપવા અને અધિકારીઓને સૂચિત ન કરવાને લઈને કેસ દાખલ કર્યો હતો.

ઈન્સપેક્ટર અપોલો હોસ્પીટલમાં દાખલ

મુંબ્રામાં તબલિદી જમાનતના સભ્યોને પકડ્યા બાદ પોલીસ ઈન્સપેક્ટરે આ વાતને સુનિશ્વિત કરી છે કે, 21 વિદેશની નાગરિકો અને ટ્રસ્ટિઓને ક્વોરન્ટાઈન કરવામાં આવે અને તેમની કોરોના તપાસ થાય. જલ્દી જ પોલીસ ઈન્સપેક્ટરની અંદર Covid-19 ના લક્ષણ દેખવા લાગ્યા અને તેમણે તેની તપાસ કરાવી હતી. શુક્રવારે તેમની રીપોર્ટ પોઝિટિવ આવી હતી. તેઓ હાલમાં નાસિકની અપોલો હોસ્પીટલમાં દાખલ છે.

READ ALSO

Related posts

સરકાર સંસદમાં-વિપક્ષ બારણે: સંસદના ચોમાસું સત્રમાં ફક્ત 18 કલાક કામ થયું, પ્રજાના 133 કરોડ રૂપિયાનો ધૂમાડો

Pravin Makwana

કોરોના/ ટોક્યોમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસોની સંખ્યામાં ઉછાળો, અમેરિકામાં સતત બીજા દિવસે કેસનો આંકડો લાખ નજીક

Damini Patel

રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસ/ સરકારી વકીલની કોર્ટમાં રજૂઆત, પુરાવા નષ્ટ કરતો રોકવા કરાઈ હતી કુન્દ્રાની ધરપકડ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!