GSTV
India Mumbai News Trending

મહારાષ્ટ્રના ગોંદિયામાં પેસેન્જર ટ્રેનની માલગાડી સાથે ટક્કર થતાં થયો રેલ અકસ્માત, 50થી વધારે યાત્રી થયાં ઘાયલ

મહારાષ્ટ્રના ગોંદિયામાં ટ્રેન અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક પેસેન્જર ટ્રેને માલગાડીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પેસેન્જર ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો. આ અકસ્માતમાં 50થી વધુ મુસાફરો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવ્યું હતું કે ઘાયલ મુસાફરોની હાલત ગંભીર નથી.

મહારાષ્ટ્ર

પેસેન્જર ટ્રેન રાયપુરથી નાગપુર જઈ રહી હતી

આ ઘટના રાત્રિ દરમિયાન બની હતી. રાયપુરથી પેસેન્જર ટ્રેન નાગપુર જઈ રહી હતી. આ દરમિયાન આ પેસેન્જર ટ્રેન ગોંદિયામાં માલગાડી સાથે અથડાઈ હતી. સમાચાર એજન્સી ANIના અહેવાલ મુજબ, આ દુર્ઘટનામાં ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ભગત કી કોઠી પાસે સિગ્નલ ફેલ થવાના કારણે આ અકસ્માત થયો હતો.

મહારાષ્ટ્ર

જોકે, સદભાગ્યથી આ અકસ્માતમાં કોઈ મુસાફરનું મોત થયું નથી. અને તમામ ઈજાગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ છે.

READ ALSO:

Related posts

મુંબઇમાં રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી, લેન્ડલાઈન નંબર પર આવ્યો કોલ

Hemal Vegda

તેલંગાણા સીએમ કેસીઆરે તેલંગાણા રાષ્ટ્ર સમિતિને બનાવી દીધી ભારત રાષ્ટ્ર સમિતિ, રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશનો તખ્તો તૈયાર

HARSHAD PATEL

PM મોદીના શાંતિ આહ્વાન બાદ ઝેલેન્સકી પુતિન સાથે વાતચીત નહીં કરે, શાંતિ પ્રયાસોમાં યોગદાન આપવા માટે ભારતની તૈયારી

pratikshah
GSTV