GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

મહારાષ્ટ્રના અલીબાગ પર ટકરાયુ નિસર્ગ વાવાઝોડું, મુંબઈ તરફ વધી રહ્યું છે આગળ

નિસર્ગ ચક્રાવાત અલીબાગના દરિયામાં ટકરાઇ ગયું છે. વાવાઝોડાની રફતાર 110-120 કિમી/કલાકની જણાવવામાં આવી રહી છે. વાવાઝોડા પહેલા મહારાષ્ટ્રના અનેક હિસ્સાઓમાં આંધી સાથે ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે. અનેક જગ્યાઓએ ઝાડ ઉખડી ગયા છે. ત્યાં સમુદ્રની તેજ લહેરોના કારણે રત્નાગિરીમાં જહાજ ફસાઇ ગયું છે.

નિસર્ગ વાવાઝોડું

બીએમસીએ લોકોને ઘરોમાં જ રહેવાની અપીલ કરીને હેલ્પલાઇન નંબર જારી કર્યો છે. તોફાનના કારણે મહારાષ્ટ્રમાં બે દિવસ સુધી બધુ જ સંપૂર્ણપણે બંધ રહેશે. મુંબઇ એરપોર્ટ પર ફ્લાઇટ સંચાલન પણ સીમિત કરી દેવામાં આવ્યું છે.

મુંબઇમાં હાઇ ટાઇડનું એલર્ટ

તોફાનને પગલે બાંદ્રા-વર્લી સી લિંક પર ટ્રાફિકની અવરજવર રોકી દેવામાં આવી છે. હવામાન વિભાગે મુંબઇમાં હાઇ ટાઇડની સંભાવના વ્યક્ત કરી છે. વિભાગે આપેલી જાણકારી અનુસાર બુધવારની રાતે 9.48 કલાકે મુંબઇમાં હાઇ ટાઇડની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર આગામી 3 કલાકમાં ચક્રાવાતનો લોંડફોલ શરૂ થવાની સંભાવના છે. નિસર્ગ તોફાન દરમિયાન 100થી 120 કિલોમીટર પ્રતિ કલાકની તોફાની હવા અને સમુદ્રમાં ઉઠનાર 6 ફૂટ ઉંચી લહેરો મુંબઇને ફરીથી પાણી-પાણી કરી શકે છે. તેવામાં વાવાઝોડા પહેલાં ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં તોફાની પવનો સાથએ વરસાદ શરૂ થઇ ચુક્યો છે.

પાલઘરમાં વાવાઝોડના કારણે અનેક વૃક્ષો ધરાશાયી

મહારાષ્ટ્રના પાલઘરમાં વાવાઝોડના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા. ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. જેથી  શહેરના મોટા ભાગના વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા. ત્યારે શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાયા હતા. જેથી લોકોની હાલાકીમાં વધારો થયો હતો.

મહારાષ્ટ્રના રાયગઢમાં વરસાદ

મહારાષ્ટ્રના રાયગઢમાં વરસાદ પડ્યો. નિસર્ગ વાવાઝોડાની અસરને પગલે રાયગઢમાં વરસાદ વરસ્યો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો.તેમજ દરિયામાં મોજા ઉછળ્યા

પણજીમાં નિસર્ગ વાવાઝોડાની અસર

પણજીમાં નિસર્ગ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. વાવાઝોડાને કારણે પણજીમાં વરસાદનું આગમન થયું છે અને ભારે પવન સાથે અહીયા વરસાદ પડી રહ્યો છે. તંત્ર દ્વારા અહીયા સૌ કોઈને સાવચેત કરી દેવામાં આવ્યા છે અને વાવાઝોડાની અસરને કારણે અહીયા દરિયાનાં મોજા પણ ખૂબ મોટા પ્રમાણમાં ઉછળતા જોવા મળી રહ્યા છે.

બીજી તરફ ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર

નિસર્ગ વાવાઝોડાની અસર તાપી જિલ્લામાં જોવા મળી. તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો. જિલ્લાના વાલોડ,વ્યારા સહિતના પંથકમાં છુટોછવાયો વરસાદ થયો.

વલસાડમા ધીમી ધારે વરસાદ

વલસાડમા ધીમી ધારે વરસાદ થયો. લોકો રેનકોટ અને છત્રી સાથે રસ્તા પર જોવા મળ્યા. વરસાદ અને ઠંડા પવનને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો આ તરફ વલસાડના તિથલદરિયામાં મોજા ઉછળ્યા. તો કોસંબા ગામમાં પોલીસ દ્વારા લોકોને બહાર ના નીકળવા સૂચના આપવામાં આવી.

ઘોઘા તાલુકાના કુંડાના દરિયામાં કરંટ

નિસર્ગ વાવાઝોડાની અસર ભાવનગર દરિયામાં દેખાઈ. ઘોઘા તાલુકાના કુંડાના દરિયામાં કરંટ જોવા મળ્યો. દરિયામાં ભરતી સમયે મોજા ઊછળતા દેખાયા. દરિયા કિનારા પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.

દ્વારકામાં વાતાવરણ શાંત

હવે વાત કરીએ દ્વારકાની તો દ્વારકામાં વાતાવરણ શાંત જોવા મળ્યું જયારે દરિયામાં નહિવત કરન્ટ જોવા મળ્યો. ઓખા બંદરે 2 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે પરંતુ દરિયો શાંત જોવા મળ્યો.. વાવઝૉડાની કોઈ અસર દ્વારકા ઓખા બંદરે જોવા મળી નહીં. દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં ગત રોજ વરસાદ આવ્યો હતો જો કે તે બાદ વાતાવરણ શાંત જોવા મળ્યું. તમામ 1 હજારથી વધુ બોટો દરિયા કિનારે લાંગરી દેવાઈ છે.

Read Also

Related posts

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

સચિન પાયલોટનું સમર્થન કરવુ ભારે પડ્યું, કોંગ્રેસે આ નેતાને પાર્ટીમાં હટાવી દીધા

Pravin Makwana

કોરોનાના કોઈ લક્ષણો ન દેખાવા છતાં એક મહિલાએ 71 લોકોને બનાવ્યા કોરોના પોઝીટીવ, રાખજો સાવધાની

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!