GSTV

જો તમે માસ્ક નથી પહેર્યું તો થશે રસ્તો સાફ કરવાની સજા, આ રાજ્ય સરકાર મહત્વપૂર્ણ કાયદો લાવી અમલમાં

કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે લાગું કરવામાં આવેલા લોકડાઉનને હળવું કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, જો તમે માસ્ક પહેર્યા વિના ઘરની બહાર જાવ છો, તો સાવચેત રહો. નહિંતર, રસ્તાઓ પર ઝાડું લગાવવું પડી શકે છે.

માસ્ક નહીં પહેર્યું હોય તો થશે આ સજા

મહારાષ્ટ્રનાં પાટનગર મુંબઇમાં, જો તમે માસ્ક પહેર્યું નહીં હોય અને અને દંડ ભરવાની સ્થિતિમાં ન હોવ તો, સામુદાયિક સેવા હેઠળ તમારે શેરીઓમાં સફાઈ કરવી પડશે. જે લોકો જાહેર સ્થળોએ માસ્ક ન પહેરતા હોય તેમને બૃહન્દમુંબઈ મહાનગર પાલિકા (BMC) જાહેર સ્થળોમાં માસ્ક ન પહેરનારા લોકોને 200 રૂપિયાનો દંડ ફટકારે છે. જો કોઈ દંડ ભરવા માંગતા ન હોય, તો તેણે સામુદાયિક સેવા હેઠળ માર્ગો પર ઝાડું લગાવું પડશે.

અધિકારીઓએ માસ્ક પહેરવું બનશે ફરજીયાત

અધિકારીઓએ કોરોના વાયરસ રોગચાળો ફેલાતો અટકાવવા માસ્ક પહેરવાનું ફરજીયાત બનાવ્યું છે. કે-વેસ્ટ બોડી વોર્ડે માસ્ક પહેર્યા વિના ફરનારા ઘણા લોકોને એક કલાક સુધી ઝાડું લગાવડાવ્યું, આ વોર્ડ અંધેરી પશ્ચિમ, જુહુ અને વર્સોવા આવે છે. સહાયક નિગમ કમિશનર (કે-વેસ્ટ વોર્ડ) વિશ્વાસ મોટેએ ગુરુવારે જણાવ્યું કે છેલ્લા સાત દિવસોમાં, લોકોને માસ્ક ન પહેરવા અને અધિકારીઓ સાથે બિનજરૂરી દલીલો કરવાનો ઇનકાર કરવા અથવા દંડ ન ભરનારા લોકો પાસે સમુદાયની સેવા હેઠળ સફાઇ કરાવી છે. મોટેએ કહ્યું કે કે-વેસ્ટ વોર્ડમાં અત્યાર સુધી અમે 35 લોકો પાસે સમુદાયિક સેવા કરાવી છે.

શેરીઓમાં થૂંકતા લોકોને સમુદાયિક સેવાઓ કરવા માટેની સજા

અધિકારીઓના મતે, આ સજા BMC નાં ઉપકાયદા હેઠળ કરવામાં આવી રહી છે. આ નિયમ હેઠળ, મ્યુનિસિપલ બોડી શેરીઓમાં થૂંકતા લોકોને વિવિધ સમુદાયિક સેવાઓ કરવા માટે કહી શકે છે. શરૂઆતમાં, મ્યુનિસિપલ અધિકારીએ જણાવ્યું કે મોટાભાગના લોકો શેરીઓમાં સફાઇ જેવી સમુદાયિક સેવા કરવા માંગતા નથી, પરંતુ જ્યારે તેમને પોલીસ કાર્યવાહીની ચેતવણી આપવામાં આવે છે, ત્યારે તેઓ આમ કરવા તૈયાર થઇ જાય છે.

Related posts

ચોરના નામે ચિઠ્ઠીઃ મોક્ષધામમાંથી થઈ ગઈ સામાનની ચોરી, ગ્રામજનોએ લખેલી ભાવનાત્મક ચિઠ્ઠી થઈ વાયરલ

Karan

પીએમ મોદીની મન કી બાત લોકોને નથી આવી રહી પસંદ, લાઈક કરતા ડિસલાઈકમાં થયો અધધ વધારો

Karan

કોવિડ હોસ્પિટલોમાં બની રહેલી આગની ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહ સચિવે આપ્યું મોટુ નિવેદન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!