GSTV

મહારાષ્ટ્રમાં મેઘતાંડવ: લોકલ ટ્રેનોમાં ફસાયા 200 લોકો, અનેક વિસ્તારોમાં જાહેર કર્યુ રેડ એલર્ટ

કોરોના વાયરસના કહેરની વચ્ચે મહારાષ્ટ્રના મુંબઈ, થાણે અને પાલઘરમાં બુધવારના રોજ સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. આ વરસાદના કારણે અહીં જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે. જ્યાં એનડીઆરએફની ટીમ તરફથી જાણકારી આપી છે કે, મસ્જિદ અને ભાયખાલા સ્ટેશનો વચ્ચે પાણી ભરાતા બે લોકલ ટ્રેન ફસાઈ ગઈ છે. આ બાજૂ રાયગઢ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે.

પહેલી લોકલ ટ્રેન જે સીએસટીથી કર્જત જઈ રહી હતી, તેમાં 150 લોકો ફસાયેલા હતા. રેલ્વે સ્ટાફે તેમને જેમ તેમ કરી સુરક્ષિત રીતે બહાર નિકાળ્યા હતા. તો વળી હજૂ પણ ત્યાં 100થી 120 જેટલા લોકો ફસાયેલા હોવાની ખબર આવી રહી છે. બીજી લોકલ ટ્રેન જે સીએસટી માટે જઈ રહી હતી, તે મસ્જિદ સ્ટેશનથી 60 કિમી દૂર પાણી વધુ હોવાથી ત્યાં ફસાઈ ગઈ હતી. મૂશળધાર વરસાદને જોતા કોલ્હાપુર, સાંગલી, સતારા, થાણે, પાલઘર, મુંબઈ, નાગપુરમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરી છે.

કાર પર પડ્યુ વિશાળકાય ઝાડ

ખાસ કરીને જે તસ્વીરો સામે આવી છે, તે જોતા અનુમાન લગાવી શકાય છે કે, વરસાદ કેટલો ભારે માત્રામાં ખાબક્યો છે. અહીં ભારે પવનના કારણે એક ઝાડ પણ પડ્યુ હતું. આ ઘટના બાદ કાર એકદમ તૂટી ગઈ હતી. ઘટના સ્થળ પર ઝાડને કાપીને રસ્તો સાફ કરાઈ રહ્યો છે.

ભારે વરસાદમાં મંત્રી પણ ફસાયા

એટલુ જ નહીં, પણ ભારે વરસાદના કારણે ત્યાંના સામાજિક ન્યાય મંત્રી ધનંજય મુંડે પણ મુંબઈના ભારે વરસાદના કારણે ફસાઈ ગયા હતા. બુધવારે તેઓ ઈસ્ટર્ન ફ્રીવે પર ત્રણ કલાક સુધી ફસાયા હતા. તેઓ પર્લીમાંથી મુંબઈમાં આયોજિત એનસીપીની એક બેઠકમાં ભાગ લેવા નિકળ્યાહતા. જો કે, તેઓ ફસાઈ જતાં બેઠકમાં પહોંચી શક્યા નહોતા.

ઉદ્ધવ ઠાકરેએ BMCને આપ્યુ એલર્ટ

મુંબઈમાં ગુરૂવારે ભારે વરસાદના કારણે હવામાન વિભાગે એલર્ટ આપ્યુ છે. તો વળી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ બીએમસીને હાઈએલર્ટ પર રહેવા તાકિદ કરી છે. આ સાથે જ મહારાષ્ટ્રના સીએમે લોકોને ઘરોમાંથી બહાર ન નિકળવાની સલાહ આપી છે. ફક્ત જરૂરી હોય તો, જ ઘરમાંથી બહાર નિકળો.

READ ALSO

Related posts

સરકારે પહેલીવાર કહ્યું આ તારીખે ભારતને મળશે કોરોના વેક્સીન, રશિયા સાથે ચાલી રહી છે ચર્ચા

pratik shah

વોટ્સએપ યુનિવર્સિટીની કરામત/ આ સરકારી વિભાગમાં નિકળી છે 70 હજાર ભરતી, જાણો આ વાયરલ મેસેજની સચ્ચાઈ

Pravin Makwana

ચોમાસુ સત્રઃ લોકસભામાં ઘેરાયા બાદ રાજ્યસભ્યામાં સરકારે આપ્યો જવાબ, શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોમાં આટલા લોકોના થયા મોત

Karan
Do NOT follow this link or you will be banned from the site!