મહારાષ્ટ્રના ખાદ્ય તેમજ નાગરિક આપૂર્તિ મંત્રી છગન ભૂજબળને સોમવારે કહ્યુ કે, તે કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જે બાદ અત્યાર સુધી મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે લગભગ 60 ટકા મંત્રી કોરોના વાયરસ પોઝિટિવ થઈ ચૂકયા છે. ગત વર્ષે દેશમાં કોરોનાનો કહેર શરૂ થયો હતો. એક અહેવાલ અનુસાર એક વર્ષની અંદર મહા વિકાસના (MVA) સરકારના 43માંથી 26 મંત્રી કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. એટલુ જ નહિ સરકારના પાંચ મંત્રી તો ગત સપ્તાહે પોઝિટિવ મળ્યા હતા. મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાના કેસમાં તેજી આવી ગઈ છે.
ભૂજબળ ઉપરાંત, જળ સંસાધન મંત્રી જયંત પાટિલ, ફૂડ એંડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન મિનિસ્ટર ડૉકટર રાજેન્દ્ર શિંગણ અને સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે પણ કોરોનાથી સંક્રમિત મળી આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી ઓમપ્રકાશ ઉર્ફ બચ્ચૂ કાડૂ તો બીજીવાર કતોરોના સંક્રમિત થયા છે.

43માંથી 26 મંત્રી થયા કોરોના પોઝિટિવ
મહારાષ્ટ્રમાં ત્રણ પાર્ટિઓના ગઠબંધનવાળી સરકારમાં સૌથી વધારે NCPના મંત્રી કોરોનાથી સંક્રમિત થયા છે. NCPના કુલ 16 મંત્રીઓમાંથી 13 કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તે ઉપરાંત કોંગ્રેસના 7 અને શિવસેનાના 5 મંત્રી કોરોના થી સંક્રમિત થયા છે.

કોરોનાથી સંક્રમિત થનારા અન્ય મંત્રીઓમાં ડેપ્યૂટી CM અજિત પવાર, ગૃહ મંત્રી અનિલ દેશમુખ, આવાસ મંત્રી જિતેન્દ્ર આહદ, સામાજીક ન્યાય મંત્રી ધનંજય મૂંડે, શ્રમ મંત્રી દિલીપ વાસલે પાટિલ, FDA મંત્રી રાજેન્દ્ર શિંગણે, ગ્રામીણ વિકાસ મંત્રી હસન મુશરિફ, કો-ઓપરેટિવ્સ મંત્રી બાબસાહેબ પાટિલ અને સંજય બંસોડે સાથે પ્રજાક્ત તનપુરે સામેલ છે.
જણાવી દઈએ કે, સતત ત્રણ દિવસોથી કોરોનાના લગભગ 6 હજારથી વધુ કેસો સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં સોમવારે 5 હજાર 210 નવા કેસ સામે આવ્યા છે.
READ ALSO
- અમરેલી/ બગસરા હાઇવે પર સિંહની લટાર મારતો વીડિયો વાઇરલ, મુસાફરોએ સાવજદર્શનનો લાહવો મળ્યો
- ફફડાટ/ મહારાષ્ટ્ર વિધાનસભામાંથી 36 લોકો કોરોના પોઝિટીવ મળતાં હડકંપ, 1 માર્ચથી શરૂ થયું છે બજેટસત્ર
- મોટો સર્વે: ભારતમાં 37 ટકા મહિલાઓને પુરૂષોની સરખામણીએ મળે છે ઓછો પગાર, 10માંથી 7 મહિલાઓ કરે છે બાળકોની સારસંભાળ
- Women’s Day: 24 વર્ષ પહેલાં કરાઈ હતી 33 ટકા અનામતની માગ આજે મહિલાઓને 50 ટકા મળે, સંસદમાં મહિલા દિને હોબાળો
- 53 વર્ષ જૂની આ સરકાર સ્કીમમાં લગાવો 1 લાખ રૂપિયા, આવી રીતે મળશે 27 લાખ રૂપિયા