GSTV
Home » News » મહારાષ્ટ્રમાં NCP અને કોંગ્રેસને તગડો ઝટકો, ભાજપમાં જોડાયા આ બે નેતાઓ

મહારાષ્ટ્રમાં NCP અને કોંગ્રેસને તગડો ઝટકો, ભાજપમાં જોડાયા આ બે નેતાઓ

લોકસભા ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ ગરમાયો છે. લોકસભા ચૂંટણી 2019 માટે તારીખોની જાહેરાત બાદ નેતાઓ પાર્ટીઓ બદલીને પોતાની મહત્વાકાંક્ષા સાબિત કરી રહ્યાં છે. આ જ ઘટનાક્રમમાં મહારાષ્ટ્રમાં સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં બે નેતાઓ જોડાયા છે. જેમાં પહેલા રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા ભારતીય પવાર અને કોંગ્રેસ નેતા પ્રવીણ છેડા શુક્રવારે સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે. ભારતી પવાર અને પ્રવીણ છેડા બંને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે.

ભારતી પવાર અંગે તમને જણાવવાનું કે તેમણે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં એનસીપીની ટીકિટ પર ચૂંટણી લડી હતી અને ડિંડોરી સંસદીય બેઠક પરથી ભાજપના ઉમેદવાર હરિશચંદ્ર ચૌહાણને હાર આપી હતી. એએનઆઈની રીપોર્ટ મુજબ, એનસીપીએ 2019ની લોકસભા બેઠક માટે પવારને ટીકિટ આપવાનો ઈનકાર કરીને તેમના સ્થાને ધનરાજ મહાલેને મેદાનમાં ઉતાર્યા છે.

તો ભારતી પવાર સાથે કોંગ્રેસ નેતા પ્રવીણ છેડા પણ તેમની સાથે ભાજપમાં સામેલ થયાં. પ્રવીણ અંગે તમને જણાવવાનું કે તેઓ મુંબઈ નગર નિગમ (બીએમસી)માં એક વિપક્ષના નેતા હતાં, પરંતુ સતત પાર્ટી સાથે ચાલી રહેલી નારાજગીના કારણે તેમણે પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો અને ભાજપમાં જોડાયા. ચેડાએ 2017માં યોજાયેલી બીએમસી ચૂંટણીમાં મેદાનમા હતાં, પરંતુ ભાજપે તેમને હાર આપીને જીત પ્રાપ્ત કરી હતી. ચાલુ મહિનાની શરૂઆતમાં કોંગ્રેસ નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતાના પુત્ર સુજય વિખે પાટિલ પણ ભાજપમાં જોડાયાં.

READ ALSO

Related posts

પશ્વિમ બંગાળના બીરભૂમમાં BJP અને TMC કાર્યકરો વચ્ચે અથડામણ

Mansi Patel

નવરાત્રીમાં વૈષ્ણોદેવી મંદિરની ગુફામાં સોનાનાં દરવાજા લગાવાશે

Mansi Patel

Mob Lynchingને લઈને શશિ થરૂરે કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહારો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!