GSTV

અનિલ કપૂરને મહારાષ્ટ્રના CM બનાવવા માંગે છે સોશિયલ મીડિયા યૂઝર્સ, અભિનેતાએ આપ્યો આવો જવાબ

Last Updated on November 1, 2019 by Mayur

મહારાષ્ટ્રમાં કોણ મુખ્યમંત્રી બનશે તેને લઈને ખેંચતાણ ચાલી રહી છે. ભાજપ અને શિવસેના બંને દળોનાં નેતા પોતાના મુખ્યમંત્રી ઈચ્છે છે. બંને દળો મધ્યસ્થ દ્વારા સતત સંપર્કમાં છે. ભાજપે સ્પષ્ટ કરી દીધુ છેકે, તેઓ કોઈ પણ કિંમતે કાર્યકાળનો ભાગ અને સીએમ પદની વહેંચણીની માંગ નહી માને, આને જોતા બંને તરફથી મધ્યસ્થતામાં લાગેલાં નેતાઓ સન્માનજનક રસ્તો કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ હજી સુધી નક્કી થઈ શક્યુ નથીકે, આ વખતે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી કોણ બનશે. આ વચ્ચે અભિનેતા અનિલ કપૂરને મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી છે.

વાસ્તવમાં ભાજપ અને શિવસેનાંની વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને કોઈ સંમતિ ન બનતા વિજય ગુપ્તા નામના ટ્વીટ હેન્ડલે મહારાષ્ટ્રની હાલની પરિસ્થિતીને જોતા રાજકીય સ્થિતી પર કટાક્ષ કરતાં ટ્વીટમાં લખ્યુ છેકે, જ્યાં સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નક્કી ન થાય ત્યા સુધી અભિનેતા અનિલ કપૂરને મુખ્યમંત્રી બનાવી દેવા જોઈએ. પડદા પર તેમનો એક દિવસનો કાર્યકાળ આખા દેશે જોયો છે. અને વખાણ્યો પણ છે. દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે શું વિચારી રહ્યા છે. તો વિજયને પોતાના ટ્વીટમાં અનિલ કપૂરની ફિલ્મ નાયક સાથે જોડાયેલો ફોટો શેર કર્યો છે.

મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ પર કરવામાં આવેલાં કટાક્ષ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘણા યુઝર્સ તેની ઉપર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એટલું જ નહી અભિનેતા અનિલ કપૂરે પણ આ ટ્વીટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. વિજયનાં ટ્વીટને રિટ્વીટ કરતાં અનિલ કપૂરે લખ્યુ છેકે, હું નાયક જ ઠીક છું, અનિલ કપૂરના ફેન્સ તેમની પ્રતિક્રિયા પર પોતાનું મંતવ્ય રાખી રહ્યા છે.

અનિલ કપૂરની ફિલ્મ નાયક ફિલ્મ વર્ષ 2001માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. રાજકીય ડ્રામાથી ભરપુર આ ફિલ્મને દર્શકોએ ઘણી પસંદ કરી હતી. ફિલ્મ નાયકમાં અનિલ કપૂરના પાત્રનું નામ શિવાજી રાવ હોય છે. અને આ ફિલ્મમાં તેઓ એક દિવસનાં મુખ્યમંત્રીનું પાત્ર નિભાવે છે. આ ફિલ્મમાં અનિલ કપૂરની સાથે રાની મુખર્જી, અમરીશ પુરી, સૌરભ શુક્લા અને જોની લીવર જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં હોય છે. આ ફિલ્મનું નિર્દેશન એસ.શંકરે કર્યુ હતુ.

અનિલ કપૂરનાં વર્કફ્રંટની વાત કરીએ તો અનિલની આગામી ફિલ્મ પાગલપંતી છે. ફિલ્મમાં અનિલની સાથે જૉન અબ્રાહમ, ઉર્વશી રૌતેલા, અરશદ વારસી, સૌરભ શુક્લા, ઈલિયાના ડીક્રૂઝ અને પુલકિત સમ્રાટ દેખાશે.

READ ALSO

Related posts

બોડેલી પંથકના ખેડૂતોની બદતર હાલત,બે દિવસમાં બદલાઇ ગઇ પરીસ્થિતી:આકાશમાંથી વરસી આફત

pratik shah

આરજેડીના બિહાર સરકાર પર આક્ષેપ, નીતીશકુમાર લૂંટાવી રહી છે રાજ્યનો ખજાનો: તેજસ્વી યાદવ

Pritesh Mehta

પંજાબ કોંગ્રેસમાં ખટરાગ / પૂર્વ સીએમએ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓને ગણાવ્યા ‘અનુભવ વગરના બાળકો’

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!