GSTV
Home » News » મહારાષ્ટ્ર અને હરિયાણામાં આજે થઈ શકે છે ચૂંટણીની જાહેરાત, આ પાર્ટીનો રહ્યો છે હંમેશાથી દબદબો

મહારાષ્ટ્ર અને હરિયાણામાં આજે થઈ શકે છે ચૂંટણીની જાહેરાત, આ પાર્ટીનો રહ્યો છે હંમેશાથી દબદબો

મહારાષ્ટ્ર અને હરિયાણામાં આજે વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત થઈ શકે છે. ચૂંટણી પંચ બપોરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી ચૂંટણીની જાહેરાત કરશે. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર અને હરિયાણામાં ઓક્ટોબર અને ઝારખંડમાં ડિસેમ્બર માસમાં ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણી પંચની જાહેરાત બાદ બન્ને રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગૂ થઈ જશે. આચારસંહિતા લાગૂ થતાની સાથે બન્ને રાજ્યમાં વર્તમાન સરકાર કોઈ જાહેરાત કે કોઈ મહત્વના નિર્ણય પણ નહીં લઈ શકે. ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને હરિયાણામાં રાજકીય પાર્ટીઓના ખર્ચ પર નજર રાખવા માટે 110 આઈઆરએસ અધિકારીઓને નિયુક્ત કર્યા છે.. મહત્વપૂર્ણ છે કે, મહારાષ્ટ્રમાં 288 અને હરિયાણામાં 90 વિધાનસભા બેઠક છે. બન્ને રાજ્યમાં અત્યારે ભાજપનું શાસન છે. 

મહારાષ્ટ્ર અને હરિયાણામાં હંમેશા ભાજપનો દબદબો

મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ શરૂ થયા છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં હંમેશા ભાજપનો દબદબો રહ્યો છે. 2014ની ચૂંટણીમાં બન્ને રાજ્યમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી હતી. હરિયાણાની કુલ 90 બેઠકમાંથી ભાજપના ફાળે 47 જ્યારે મહારાષ્ટ્રની કુલ 288 બેઠકમાંથી ભાજપના ફાળે 122 બેઠક આવી હતી.

હરિયાણા                    (૨૦૧૪)

કુલ બેઠક          ૯૦

  • ભાજપ                      ૪૭
  • આઈએનએલડી        ૧૯
  • કાંગ્રેસ                       ૧૫
  • અન્ય                       ૦૯

મહારાષ્ટ્ર                    (૨૦૧૪)

કુલ બેઠક          ૨૮૮

  • ભાજપ                      ૧૨૨
  • શિવસેના                   ૬૩
  • કાંગ્રેસ                       ૪૨
  • એનસીપી                  ૪૧
  • અન્ય                       ૨૦

Read Also

Related posts

કરતારપુર કોરિડોર પર 23મીએ કરાર કરશે ભારત, પાકિસ્તાન ફી વસૂલવાની જીદ પર અડ્યું

Mansi Patel

5 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 45 અને હરિયાણામાં 55 ટકા થયું મતદાન

Mansi Patel

મહિલા બની ડ્રેકુલા, 4 વર્ષની બાળકીનું લોહી પીને મારી નાખી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!