GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

151 તાલુકાઓમાં દુષ્કાળ જાહેર, સરકારે દિવાળી પહેલાં લીધો મોટો નિર્ણય

મહારાષ્ટ્રમાં પીવાના પાણીની અછત, ખેડૂતોને પાક લેવામાં થતી તકલીફ, જનાવરો માટે ઘાસ-ચારાની લાગતી ઉણપ આવી પરિસ્થિતિમાં મિત્ર પક્ષ તેમજ સત્તામાંનો મહત્વનો ઘટકદળ શિવસેના સાથે તમામ વિપક્ષોએ સરકાર પાસે મહારાષ્ટ્રમાં દુષ્કાળ જાહેર કરવાની કરેલી માગણી ત્યારબાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ચંદ્રકાંતદાદા પાટિલ અને દિવાકર રાવતે આ બન્ને વરિષ્ઠ પ્રધાનોની નિયુક્ત કરેલી કમિટી અને રાજ્યમાં પરિસ્થિતિ ચકાસણી કરવામાં આવ્યા બાદ પાટિલ- રાવતે કમિટીએ સરકારને રિપોર્ટ સુપરત કરવાની લીધેલી ભૂમિકા તેમજ મુખ્ય પ્રધાન ફડણવીસે ૩૧ ઓક્ટોબરે નિર્ણય લેવાની કરેલી જાહેરાત બાદ આજે ફડણવીસ સરકારે મહારાષ્ટ્રના ૩૬ જિલ્લાઓમાંથી ૨૬ જિલ્લાઓ અને ૧૫૧ તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતની સ્થિતિ મહારાષ્ટ્ર કરતાં પણ ખરાબ હોવા છતાં રૂપાણી સરકાર દુકાળ જાહેર કરી લોકોને રાહત અાપવામાં ઉણી ઉતરી રહી છે. માત્ર 51 તાલુકામાં સરકારે અછતની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં અોછા વરસાદમાં સરકારે મોટો નિર્ણય લીધો છે. દિવાળી પહેલાં સરકારે નિર્ણય લઇ અછતનો ભોગ બનનાર પ્રજાને થોડી રાહત અાપી છે.

ફડણવીસ સરકારે આજે દુષ્કાળ જાહેર કરીને આ સંદર્ભમાં સરકારની જીઆર પણ ઝડપથી આજેજ કરીને દુષ્કાળ માટેની તમામ ઉપાય યોજનાઓની અમલ બજાવણી આજથી જ લાગુ કરવાનું એલાન કર્યું છે. ગંભીર અને મધ્યમ રૂપનો દુષ્કાળ જાહેર કરવાની ઘોષણા સરકારે કરી છે. મહારાષ્ટ્ર સરકારના મહેસૂલ અને વન વિભાગના ડેપ્યુટી સેક્રેટરી સુભાષ ઉમરાણીકરના સહીથી રાજ્યપાલના નામે બહાર પાડવામાં આવેલા જીઆરમાં આ દુષ્કાળ પ્રત્યેની વિગતો જાહેર કરવામાં આવી છે.

દુષ્કાળગ્રસ્ત જિલ્લા : પુણે, સાંગલી, સાતારા, સોલાપૂર, પાલઘર, ધૂળે, જળગાંવ, નંદુરબાર, નાશિક, અહેમદનગર, ઔરંગાબાદ, બીડ, જાલના, નાંદેડ, ઉસ્માનાબાદ, પરભણી, હિંગોલી, લાતૂર, અકોલા, અમરાવતી, બુલડાણા, વાશિમ, યવતમાળ, ચંદ્રપુર, નાગપુર અને વર્ધા આ ૨૬ જિલ્લાઓમાં દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો છે.

તેમજ ૧૧૨ તાલુકાઓમાં ગંભીર અને ૩૯ તાલુકાઓમાં મધ્યમ એવા કુલ ૧૫૧ તાલુકાઓમાં દુષ્કાળની જાહેરાત કરવામાં આવી છે. જૂનથી સપ્ટેમ્બર આ દરમિયાન મોસમી વરસાદ ઓછો, ભૂજલની અછત આ સાથે વિવિધ મુદ્દાઓનો અભ્યાસ અને ચકાસણી કરીને દુષ્કાળની જાહેરાત કરવામાં આવી છે. આ દુષ્કાળનો આદેશ રદ ના થાય ત્યાં સુધી આવતા ૬ મહિનાઓ સુધી લાગુ રહેશે. આ બધા વિસ્તારમાં કલેક્ટરે તાત્કાલિક ઉપાય યોજનાઓ કરવી પડશે, એવું પણ આ નિર્ણયમાં નોંધાવવામાં આવ્યું છે.

Related posts

સુશાંત આપઘાત કેસમાં રિયાની અરજી પર 13મી ઓગષ્ટે થશે સુનાવણી, સુપ્રીમનો ચુકાદો અનામત

Mansi Patel

અંતરીક્ષમાં જીવનની સંભાવના દેખાઈ, લઘુગ્રહ સેરસ ઉપર પાણીનો ભંડાર હોવાનો નાસાએ કર્યો દાવો

Mansi Patel

પંજાબમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બાજવાની સુરક્ષા દૂર કરાતા વિવાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!