GSTV

મહારાષ્ટ્રનું દંગલ કાલે દિલ્હીમાં, સોનિયાને પવાર તો શાહને ફડણવીસ મળશે

Last Updated on November 3, 2019 by

મહારાષ્ટ્રમાં ભાજપને મોટો ઝાટકો લાગી શકે છે. પ્રદેશમાં શિવસેના અને એનસીપી મળીને સરકાર બનાવી શકે છે. આ બાબત પર ચર્ચા કરવા માટે એનસીપી અધ્યક્ષ શરદ પવાર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા માટે દિલ્હી આવી રહ્યાં છે. શરદ અને સોનિયાની મુલાકાતથી રાજનૈતિક પારો વધવાની આશા છે.

અત્યાર સુધી શરદ પવારની પાર્ટી એનસીપી વિપક્ષમાં બેસવાની વાત કરતી હતી પરંતુ હવે પાર્ટીના સુર બદલ્યાં છે. એનસીપી નેતા અજીત પવારે પણ શિવસેના સાથે ગઠબંઘનની તરફ ઈશારો કર્યો હતો. અજીત પવારે સ્વિકાર્યું કે શિવસેના સાથે વાતચિત માટે તેમને ફોન આવ્યો હતો.

અજીત પવારે કહ્યું કે મને થોડા સમય પહેલા સંજય રાઉતનો સંદેશ મળ્યો, હું એક બેઠકમાં હતો એટલા માટે તેના પર કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી ન હતી. ઈલેક્શન પછી આ પહેલીવાર છે જ્યારે તેમણે મારો સંપર્કકર્યો મને ખબર નહીં કે સંદેશ શા માટે મોકલ્યો છે. હું થોડીવારમાં તેમને કોલ કરીશ.

ત્યાં જ એનસીપી નેતા નવાબ મલિકે પણ કહ્યું હતુ કે મહારાષ્ટ્રમાં સીએમ શિવસેનાનું થઈ શકે છે પરંતુ તેના માટે શિવસેનાને ભૂમિકા સાફ કરવી પડશે. રવિવારે સવારે શિવસેનાના વરિષ્ઠ નેતા અને પાર્ટી પ્રવક્તા સંજય રાઉતે ચોખ્ખુ કહ્યું છે કે ભાજપ સાથે વાતચીત માત્ર મુખ્યમંત્રી પદને લઈને હશે.

જો કે આધિકારીક રીતે જણાવવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કમોસમી વરસાદના હાલાતને લઈને કેન્દ્ર સરકારનું ધ્યાન દોરાવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રાહત આપવાની માગ કરવા માટે દિલ્હીનો પ્રવાસ કરવાના છે પરંતુ રાજનૈતિક લોકોમાં એ ચર્ચા છે તે સીએમ ફડણવીસ સરકાર બનાવવાને લઈને પણ અમિત શાહ સાથે ચર્ચા કરશે.

READ ALSO

Related posts

ગુજરાતમાં સતત મેઘ મહેર: રાજ્યના 56 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા, કેટલાક માર્ગો પર ડાયવર્ઝન અપાયું

pratik shah

સબ સલામતના દાવાઓ પોકળ: આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચું નાખીને બે કરોડની લૂંટ, ગણતરીની મિનીટોમાં આરોપી ઝડપાયો

pratik shah

Tokyo Olympics: સિલ્વર ગર્લ મીરાબાઈ ચાનૂને મળી શકે છે ગોલ્ડ મેડલ, ચીની ખેલાડી પર ડોપની આશંકા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!