GSTV

આકાશી આફત / ભારે વરસાદ મહારાષ્ટ્રમાં આફત બની, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 112 લોકોના મોત

Last Updated on July 25, 2021 by Zainul Ansari

મહારાષ્ટ્રમાં ભારે વરસાદ આફત બનીને તૂટી પડ્યો છે. પ્રદેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરના કારણે 112 લોકોના મોત થયા છે અને 99 લોકો ગુમ છે. કોંકણના રાયગઢ ખાતે સૌથી વધારે તબાહી થઈ છે. જિલ્લામાં 3 જગ્યાઓએ ભૂસ્ખલનની ઘટના નોંધાઈ હતી.

મહાડના તલિયા ગામ ખાતે થયેલા ભૂસ્ખલન બાદ અત્યાર સુધીમાં કાટમાળમાંથી 52 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને 53થી વધુ લોકો ગુમ છે. સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના અહેવાલ પ્રમાણે રાયગઢ, રત્નાગિરી, સાંગલી, સતારા, કોલ્હાપુર, સિંધુદુર્ગ અને પુણે ખાતે કાટમાળમાંથી અત્યાર સુધીમાં 112 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે 53 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

તલિયે ગામ સિવાય રાયગઢ જિલ્લાના પોલાદપુર તાલુકામાં સુતારવાડી ખાતે ભૂસ્ખલનથી 5 લોકોના મોત થયા હતા. એક વ્યક્તિ ગુમ છે, 15 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

મહારાષ્ટ્રના કેવલાલે ગામમાં પણ 5 લોકોના મોત થયા હતા, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. વશિષ્ઠી નદી પરનો પુલ વહી જવાના કારણે ચિપલૂન તરફનો રસ્તો સંપૂર્ણપણે બંધ થયો છે. મુંબઈ-ગોવા માર્ગ પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે. પૂર પ્રભાવિત વિસ્તારમાંથી 1 લાખ 35 હજાર લોકોને બચાવવામાં આવ્યા છે. સાંગલીમાં પાણી ખેતરોમાં ફરી વળ્યા છે.

મહારાષ્ટ્રમાં સતત 5 દિવસથી પડી રહેલા વરસાદને કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. સાંગલીમાં ઘણા વિસ્તારોમાં 10-15 ફૂટ સુધી પાણી ભરાયું છે. ઘણા મકાનો પાણીમાં ડૂબી ગયા છે. એનડીઆરએફની 34 જેટલી રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગેલી છે. આ ઉપરાંત તેમને ઘણા વિસ્તારમાંથી મૃતદેહો પણ મળી રહ્યાં છે. હજુપણ ફસાયેલા અને ગુમ થયેલા લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવા માટે ટીમો યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.

Read Also

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!