GSTV

નવી ગાઈડલાઈન/ મહારાષ્ટ્રમાં એન્ટર થતાં પહેલા આ લોકોએ કરાવવો પડશે ફરજીયાત કોરોના ટેસ્ટ, નહીં મળે એન્ટ્રી

કોરોનાના વધતા કેસોને ધ્યાને રાખીને મહારાષ્ટ્ર સરકારે જે લોકો વિમાન અથવા રોડ માર્ગે મહારાષ્ટ્રામાં આવી રહ્યા છે. તેમના માટે ગાઈડલાઈન જાહેર કરી છે. ગાઈડલાઈન્સમાં જણાવ્યા અનુસાર ઘરેલૂ ઉડાન દ્વારા દિલ્હી એનસીઆર, રાજસ્થાન, ગુજરાત અને ગોવાથી આવતા લોકોને આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ લાવવો જરૂરી છે તેમનો રિપોર્ટો બોર્ડિગ એરપોર્ટ પર ચેક કરવામાં આવશે. રિપોર્ટના સેંપલ છેલ્લા 72 કલાકમાં લેવાયેલા હોવા જોઈએ. જો ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ નહીં હોય તો, મુંબઈ એરપોર્ટ પર પોતાના ખર્ચે આરટીપીસીઆર ટેસ્ટ કરાવાનો રહેશે. ત્યાર બાદ જ પોતાના ઘરે જઈ શકશો.

તે સિવાય જ્યાં રોકાયા છો ત્યાંનુ એડ્રેસ અને બાકી જાણકારી પણ આપવાની રહેશે. જેથી ટેસ્ટ પોઝિટિવ થયા બાદ ટ્રેસ કરવામાં આવી શકે. ટેસ્ટ પોઝિટિવ આવવા પર નિયમ પ્રમાણે સારવાર હશે.

ટ્રેનથી આવનાર માટે નિયમ

દિલ્હી NCR, ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાથી ચાલનારી અથવા ત્યાંથી પસાર થનારી ટ્રેનના બધા યાત્રીઓને આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ લાવવો પડશે. જો તે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરવા માગો છો. મહારાષ્ટ્રમાં ઘુસ્યા બાદથી વધારેમાં વધારે 96 કલાક પહેલા સેમ્પલ લેવામાં આવેલ હોવુ જોઈએ. જેમની પાસે નેગેટિવ આરટીપીસીઆર રીપોર્ટ નહી હોય તેમનું તે સ્ટેશન પર લક્ષણ અને તાવની તપાસ કરવામાં આવશે. જેમાં લક્ષણ નહી હોય તેમને જવા દેવામાં આવશે. તો જે લોકોમા લક્ષણ હશે તેમને અલગ કરી એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે. એન્ટજન નેગેટિવ આવવા પર ઘરે જવા દેવામાં આવશે. તો ટેસ્ટ નહી કરવો અથવા પોઝિટિવ આવશો તો તેમને કોવિડ કેર સેન્ટર મોકલવામાં આવશે. જ્યાં પોતાના ખર્ચ પર સારવાર કરાવવાનો રહેશે.

રોડ થકી મહારાષ્ટ્રમાં આવનાર લોકો માટે નિયમ

સરહત પરના જિલ્લામાં દિલ્હી NCR, રાજસ્થાન, ગુજરાત અને ગોવાથી આવનાર મુસાફરોને રાજ્યની સીમા પર લક્ષણ અને તાવની તપાસ થશે. જેમાં લક્ષણ હશે નહી. તેમને ગંતવ્ય સુધી જવા દેવામાં આવશે. જે લોકોમાં લક્ષણ હશે તેમને ઘરે પરત ફરવાનો વિકલ્પ આપવામાં આવશે. જે લક્ષણો બાદ પણ અંદર આવવા માગે છે તેમને એન્ટીજન ટેસ્ટ કરાવવો પડશે. નેગેટિવ આવવા પર આગળ જવા દેવામાં આવશે. તો જે લોકો ટેસ્ટ નહી કરાવે અથવા પોઝિટિવ તેમને કોવિડ કેર સેન્ટર મોકલવામાં આવશે. જ્યા પોતાના ખર્ચ પર સારવાર કરાવવાની રહેશે.

દેશના 5 રાજ્યોથી સુપ્રીમ નારાજ

દેશમાં કેટલાક રાજ્યોમાં વધતા કોરોના વાયરસના મામલા પર સુપ્રિમ કોર્ટે સંજ્ઞાન લીધું છે. સોમવારે સુપ્રિમ કોર્ટે મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત અને આસામને બે દિવસમાં એફિડેવિટ દાખલ કરવાની સાથે એ પણ જણાવવા કહ્યું છે. જેમાં જીવલેણ કોરોના વાયરસની હાલની સ્થિતિને નાથવા માટે શું પગલા લીધા છે. ત્યારે બીજી તરફ સુપ્રિમ કોર્ટે દેશમાં ઘાતક કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે લગ્ન અને સમારહો કરવાની મંજૂરી આપવા બદલ રાજ્ય સરકારોની બરોબરની ફટકાર અને ઝાટકણી કાઢી હતી.

કોરોના મામલે સુપ્રીમ કોર્ટ ગુજરાત સરકાર પર બગડી

  • દેશના 5 રાજ્યોથી સુપ્રીમ નારાજ
  • બદતર હાલત માટે રાજ્યો જવાબદાર
  • માગ્યો એક્શન રિપોર્ટ
  • લગ્ન સમારંભો અને સભાઓની મંજૂરી અપાતાં સુપ્રીમે કાઢી ઝાટકણી
  • સંક્રમણ ચાલુ હોવા છતાં અપાયેલી છૂટછાટોને પગલે સુપ્રીમે કર્યા સવાલો
  • ગુજરાત સરકારે સુપ્રીમમાં રજૂ કરવો પડશે જવાબ
  • કોરોનાના વધતા કેસને લઈ સુપ્રીમે ગુજરાતની કાઢી ઝાટકણી
  • ગુજરાતમાં સ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી છે : સુપ્રીમ
  • કોરોના મહામારી વચ્ચે લગ્ન અને મેળાવડાની ઝાટકણી
  • દિલ્હી, મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં સ્થિતિ વણસી

રાજ્ય સરકારોની બરોબરની ફટકાર અને ઝાટકણી કાઢી

સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે જીવલેણ વાયરસના કારણે દિલ્હી અને મહારાષ્ટ્ર પછી સૌથી વધારે જે રાજ્યની પરિસ્થિતિ વણસી હોય તે ગુજરાત રાજ્યની છે. ગુજરાતમાં દિવાળી પછી બહોળા પ્રમાણમાં ઘાતક વાયરસનો કહેર વધ્યો છે. અને હોસ્પિટલો ઉભરાઈ ગઈ છે. દેશની રાજધાની દિલ્હીમાં રવિવારના રોજ 6746 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા, અને 6154 લોકો સારવાર થઈને બહાર આવ્યા હતા અને 121 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. મોતનો આ ભયનાક આંકડો દેશમં સૌથી વધુ રહ્યો હતો. આ મામલામાં 50ના મોતની સાથે મહારાષ્ટ્ર રાજ્ય બીજા સ્થાને રહ્યું હતું, નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં આ આંકડો 15 મે પછી સૌછી ઓછો રહ્યો છે. ત્યારે તે સમયે 49 લોકોને ઘાતક કોરોના ભરખી ગયો હતો.

READ ALSO

Related posts

PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર

Ali Asgar Devjani

વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ

Pravin Makwana

વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!