GSTV
Home » News » ભાજપને લાગશે ઝાટકો, મોહન ભાગવતે પ્રથમવાર મહારાષ્ટ્રના રાજકીય ઘમાસાણ પર તોડી ચૂપકીદી

ભાજપને લાગશે ઝાટકો, મોહન ભાગવતે પ્રથમવાર મહારાષ્ટ્રના રાજકીય ઘમાસાણ પર તોડી ચૂપકીદી

મહારાષ્ટ્રના રાજકીય ઘમાસાણ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે પહેલી વખત પોતાની ચુપ્પી તોડી છે. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે સરકાર રચવાની પ્રક્રિયા પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે. સોમવારે શરદ પવાર અને સોનિયા ગાંધી વચ્ચે યોજાયેલી બેઠક બાદ હવે આજે દિલ્હીમાં મળનારી એનસીપી અને કોંગ્રેસ વચ્ચેની બેઠક ફરી એક વખત ટળી ગઇ છે. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મજંયતિને કારણે બંને પક્ષો વચ્ચેની બેઠક મુલતવી રહી છે. બેઠકમાં એનસીપી તરફથી અજિત પવાર, જયંત પાટિલ, પ્રફુલ્લ પટેલ તેમજ કોંગ્રેસ તરફથી પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચવ્હાણ, અશોક ચવ્હાણ અને બાળાસાહેબ થોરાટ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેવાના હતા. હવે આ બેઠક આવતીકાલે યોજાય તેવી શક્યતા છે. પહેલા એવું મનાઇ રહ્યું હતું કે પવાર અને સોનિયા વચ્ચેની બેઠક બાદ મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઇને કોઇ અંતિમ નિર્ણય આવી શકે છે પરંતુ હજુ એવા કોઇ અણસાર દેખાતા ન હોવાથી શિવસેનાના નેતાઓનો ઉચાટ વધી રહ્યો છે.

મોહન ભાગવતે ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલા ઝઘડાને લઇને ઇશારામાં જણાવ્યું કે પરસ્પર લડાઇ કરવાથી બંનેનું જ નુકસાન થશે. તેમ છતાં તેઓ લડવાનું છોડતા નથી.

એક કાર્યક્રમને સંબોધિત કરતા મોહન ભાગવતે જણાવ્યું કે સૌ કોઇ જાણે છે કે પરસ્પરની લડાઇથી બંનેને નુકસાન થશે.સંજય રાઉતના સરકાર રચવાના આશાવાદ પર કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલેએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે જો ત્રણેય પક્ષો સાથે મળીને સરકાર રચવા માંગે છે તો આટલી વાર કેમ લાગે છે તેમણે ત્રણેયની સરકારને અનૈસર્ગિક તેમજ બાળાસાહેબ ઠાકરેના સિદ્ધાંતોની વિરૂદ્ધ ગણાવી છે.

સૌ જાણે છે કે સ્વાર્થથી નુકસાન થશે પરંતુ લોકો સ્વાર્થ નથી છોડતા. તેમણે કહ્યું કે આ દરેકને લાગુ પડે છે. પછી તે દેશ હોય કે વ્યક્તિ હોય.

READ ALSO

Related posts

કોરોના વાયરસે ચીનમાં મચાવ્યો હાહાકાર! મૃત્યુઆંક 100ને પાર, 1300 નવા કેસ સામે આવ્યાં

Bansari

UP પોલીસે માત્ર સલામી આપવા માટે જ વપરાતી બ્રિટિશકાળની આ રાઈફલની કરાઈ વિદાય

Mansi Patel

UPમાં CAAને લઈને થયેલી હિંસા અંગે EDનો દાવો, PFIએ 73 ખાતાઓમાં કર્યુ 120 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!