GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

મુંબઈમાં પ્રવાસીઓ કન્ટેઇન્મેન્ટ ઝોનમાં નહીં જઈ શકે, સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન

મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં હવાઈ પ્રવાસ સાથે સંબંધિત સૂચનો આજે જાહેર કરી દીધા છે. આ સૂચનોમાં જણાવવામાં આવ્યું છે કે, જે પ્રવાસીઓ હવાઈ માર્ગે રાજ્યમાં પહોંચ્યા છે અને રાજ્યમાં એક અઠવાડિયાથી ઓછું રોકાણ કરશે તો તેમને ફરજિયાત ક્વારેન્ટાઇન કરવામાં નહીં આવે.આ સૂચનોમાં કન્ટેઇન્મેન્ટ ઝોનમાં પ્રવાસ માટે કોઈ છૂટછાટ આપવામાં આવી નથી. એમાં પ્રવાસીઓને કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરેલા સૂચનોનું પાલન કરવાનું કહેવાયેં છે.

મુંબઈ એરપોર્ટ પરથી દરરોજ 50 ફ્લાઇટનું સંચાલન

મહારાષ્ટ્ર સરકારે જાણકારી આપી છે કે, મુંબઈ એરપોર્ટ પરથી સોમવારથી દરરોજ 50 ફ્લાઇટનું સંચાલન કરવામાં આવશે. દેશમાં કોવિડ-19નું સૌથી વધારે સંક્રમણ મહારાષ્ટ્રમાં થયું છે અને અહીં કોરોનાવાયરસ ઇન્ફેક્શનના કેસ 50,000નો આંકડો વટાવી ગયા છે.દરમિયાન જો કોઈ પ્રવાસી જરૂરી કામથી આવ્યા હોય, તો સ્થાનિક વહીવટીતંત્ર અને નગર નિગમોના પ્રવાસીઓને હોમ આઇસોલેશનમાંથી છૂટની મંજૂરી મળી છે. એરપોર્ટની બહાર નીકળતા હાથ પર ક્વારેન્ટાઇનની મોહર લગાવવામાં આવશે. સાથે સાથે પ્રવાસીઓને અધિકારીઓની સાથે પોતાનું આવવાનું કારણ અને રોકાણ સંબંધિત જાણકારીઓ આપવી પડશે. કોઈ પણ પ્રવાસીઓને કન્ટેઇન્મેન્ટ ઝોનમાં જવાની મંજૂરી નહીં મળે. એરપોર્ટ પર તબીબી નિષ્ણાતો ગોઠવવામા આવ્યાં છે. વળી સાફસફાઈના તમામ નિયમોનું પાલન થઈ રહ્યું છે.

READ ALSO

Related posts

ચીનને લાગશે મોટો ઝટકો, ભારત અને અમેરિકા બાદ હવે આ દેશમાં પણ ટિક ટોક પર પ્રતિબંધ

Pravin Makwana

ભારત-ચીન વિવાદ મુદ્દે ચીની રાજદૂતનો વિડીયો સંદેશ થયો જાહેર, કહ્યું તણાવ ઓછા કરવા થઈ રહ્યાં પ્રયત્નો

Mansi Patel

સુરતમાં ટીઆરબી જવાનને ભલમનસાઇ પડી ભારે, જાહેરમાં ઝઘડો કરી રહેલા દંપતિને રોકવા જતા પડી થપ્પડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!