GSTV

મહારાષ્ટ્રમાં ફરી એક વાર લગાવ્યું લોકડાઉન, હવે આ તારીખ સુધી લાગૂ રહેશે પ્રતિબંધો

દેશમાં હાલ કોરોના વાયરસના કેસને લઈને સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ મહામારીથી સૌથી વધારે પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. જેને લઈને ફરી એક વાર રાજ્યમાં લોકડાઉન લગાવવાની નોબત આવી છે. ગુરૂવારે રાજ્ય સરકારે ફરી એક વાર ગાઈડલાઈન જાહેર કરી રાજ્યમાં 30 નવેમ્બર સુધી લોકડાઉન વધારી દીધુ છે.

આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં 5 ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં બાર અને રેસ્ટોરન્ટ ખોલવાની મંજૂરી આપી દીધી છે. જ્યાં 50 ટકા ક્ષમતા સાથે બાર અને રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવ્યા હતા, તો વળી શાળા અને કોલેજોને તથા કોચિંગ સેન્ટરોને હાલ પુરતા બંધ રાખવાની જ ફરજ પાડી છે. રાજ્ય સરકારે મંગળવારે જ પશ્ચિમ રેલ્વે અને સેન્ટ્રલ રેલ્વેને પત્ર લખીને લોકલ ટ્રેન ફરીથી શરૂ કરવાની ભલામણ કરી છે.

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર

જ્યાં દેશમાં કોરોના વાયરસના કેસમાં રોજ ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્રમાં પણ હાલ એક્ટીવ કેસની સંખ્યા 130,286 સાથે ટોપ પર છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણના 6,738 નવા કેસ સામે આવ્યા બાદ કુલ કેસની સંખ્યા 16,60,766 થઈ ગયા છે. સ્વાસ્થ્ય વિભાગે આપેલી જાણકારી પ્રમાણે રાજ્યામાં વધુ 91 લોકોના મોત કોરોનાના કારણે થયા છે. તેથી રાજ્યમાં હવે મૃતકોની સંખ્યા 43,554 થઈ ગઈ છે.

READ ALSO

Related posts

નવા વર્ષની શરૂઆતમાં સોનાના ભાવ ઘટીને થઇ શકે છે રૂપિયા 42000, જાણો સૌથી મોટું કારણ

pratik shah

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!