GSTV
Home » News » ‘વરરાજા તૈયાર થઈ રહ્યા હતા અને અણવરે લગ્ન કરી નાખ્યા’ મહારાષ્ટ્રની સરકાર પર સોશિયલ મીડિયામાં હાસ્યનું મોજું ફરી વળ્યું

‘વરરાજા તૈયાર થઈ રહ્યા હતા અને અણવરે લગ્ન કરી નાખ્યા’ મહારાષ્ટ્રની સરકાર પર સોશિયલ મીડિયામાં હાસ્યનું મોજું ફરી વળ્યું

મહારાષ્ટ્રની રાજનીતિમાં રાતોરાત એવા સમીકરણ બદલાઈ ગયા છે બીજેપીએ સૌથી મોટો ઉલટફેર કરીને શરદ પવારની પાર્ટી એનસીપીની મદદથી રાજ્યમાં સરકાર બનાવી લીધી છે. શુક્રવાર રાત સુધીમાં તો ઉદ્ધવ ઠાકરના કોંગ્રેસ અને એનસીપીની મદદથી મુખ્યમંત્રી બનવાની વાત થઈ રહી હતી. ત્યારે શનિવારે સવારે શિવસેનાનું સપનું તૂટી ગયું.

તો ઘણા લોકોએ મજાકમાં એનસીપી પર મીમ્સ બનાવ્યા છે અને શેર પણ કર્યા છે. મુખ્યમંત્રીના શપથ લીધા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, જનતાએ અમને સ્પષ્ટ જનાદેશ આપ્યો હતો, શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું છે.

મહારાષ્ટ્રની સરકારની સ્થિર અને સ્થાયી સરકાર જોઈએ, ખીચડી સરકાર નહીં. સીએમ ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે એનસીપી સાથે મળીને કામ કરશે.

અજીત પવારે કહ્યું કે પરિણામના દિવસથી લઈ અત્યાર સુધી કોઈ પણ સરકાર સરકાર બનાવવા સક્ષમ નથી.

મહારાષ્ટ્ર ખેડૂતોના મુદ્દા સાથે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. એટલા માટે અમે સ્થિર સરકાર બનાવવાનો નિર્ણય લીધો.

એક યુઝર્સે મીમ્સ બનાવ્યું કે, ‘યે આપકે સાથે 1 છોટા સા પ્રાંન્ક હુઆ હૈ વો દૂર કેમેરાની તરફ દેખે હાથ હિલા દે.’

બીજા એક યુઝર્સે મીમ્સ બનાવ્યું કે શિવસેનાના અધ્યક્ષને ફડણવીસ આઉટ કરતો હોય.

ત્યારે બીજા એક યુઝર્સે, ‘યે ચીટિંગ હૈ…ચીટિંગ હૈ યે…’જેવા મીમ્સ બન્યા છે. ત્યારે ઋત્વિકનો એક ફોટો શેર કર્યો છે તે ઘણું બધું કહી જાય છે.

ઘણા બધાએ ફિલ્મના સીન પર પણ મીમ્સ બનાવ્યા છે જેમાં એક મુન્નાભાઈ એમબીબીએસ પર બન્યું હતું. વોટ્સએપ પર પણ એવી મજાક થવા લાગી કે, વરરાજા તૈયાર થઈ રહ્યા હતા અને અણવરે લગ્ન કરી લીધા…..

Read Also

Related posts

કપડાં પર કબૂતરની વિષ્ટા પડે તો ભૂલથી પણ ના પહેરતા : આ રોગને આપશો આમંત્રણ, એકનું મોત

Karan

LICના ગ્રાહકો માટે આવી ખુશખબર, હવે ઓનલાઈન પેમેન્ટ પર પણ નહીં લાગે કોઈ ચાર્જ

Karan

ખેડૂતો માટે ખુશખબર, ગુજરાતમાં 8 લાખ હેક્ટરમાં વાવેતર કરાયેલા પાકના પ્રથમવાર ભાવ વધવાની સંભાવના

Karan
Do NOT follow this link or you will be banned from the site!