GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અંગે રાજ્યપાલે લીધો આ મોટો નિર્ણય

મહારાષ્ટ્રનાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ બીજેપીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. રાજ્યપાલે બીજેપીને સૌથી મોટી પાર્ટી હોવાના નાતે આમંત્રણ આપ્યું છે. વિધાનસભા ચૂંટણીમાં 105 સીટ પર જીત મેળવીને ભાજપા સૌથી મોટી પાર્ટી બની હતી. આ પહેલા દેવેદ્ર ફડણવિસે શુક્રવાર સીએમ પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. નોંધનિય છે કે બીજેપીએ 11 નવેમ્બરના રાત્રે આઠ વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરવો પડશે. બહુમત સાબિત કરવા માટે રાજ્યપાલે બે દિવસનો સમય આપ્યો છે. એટલે કે દેવેદ્ર ફડણવિસ પાસે માત્ર 48 કલાકનો સમય બચ્યો છે.

દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના સીએમ પદેથી આપ્યું રાજીનામુ

તો મહારાષ્ટ્રની રાજનીતિમાં નવા વળાંક જોવા મળી રહ્યા છે. મુખ્યપ્રધાન પદની શિવસેનાની માંગ બાદ આખરે ભાજપ 9 નવેમ્બર પહેલા સરકાર રચવામાં નિષ્ફળ રહ્યું છે. તેથી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજભવન પહોંચીને રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીને પોતાનું રાજીનામું સોંપી દીધું. તેમની સાથે ભાજપના અન્ય નેતાઓ પણ હાજર રહ્યા. રાજીનામું આપ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે તેઓ મહારાષ્ટ્રની જનતાનો આભાર માને છે. તેમણે પારદર્શિતા સાથે સરકાર ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. શિવસેના અંગે ફડણવીસે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ સરકાર રચવાની વાત કહી હતી.

View image on Twitter

શિવસેના અંગે ફડણવીસે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ સરકાર રચવાની વાત કહી હતી. અઢી-અઢી વર્ષ સુધી સીએમ પદ અંગે કોઇ વાયદો થયો ન હતો. મારી સાથે થયેલી બેઠકમાં સીએમ પદ અંગે કોઇ ચર્ચા નહોતી થઇ.  આ અંગે અમિત શાહ સાથેની બેઠકમાં કોઇ ચર્ચા થઇ ન હતી.

ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રની જનતાએ ગઠબંધન માટે જનાદેશ આપ્યો છે. મેં ચૂંટણી પરિણામ બાદ ઉદ્ધવ અને શિવસેનાનો આભાર માન્યો હતો. પરંતુ ઉદ્ધવની તમામ વિકલ્પો ખુલ્લા હોવાની વાત એક ઝટકો હતી.  મેં ઉદ્ધવ ઠાકરેને સરકાર રચલા અંગે ફોન કર્યો હતો પરંતુ તેમણે વાત કરી ન હતી. ફડણવીસે શિવસેનાની નિવેદનબાજી પર કહ્યું કે અમે શિવસેનાની નિવેદનબાજીના કોઇ જવાબ ન આપ્યા. પરંતુ અમે ઇચ્છીએ તો તેની નિવેદનબાજીનો જવાબ આપી શકીએ છીએ. શિવસેનાએ પીએમ મોદી અને ભાજપ પર આક્ષેપ કર્યા. પરંતુ અમે ક્યારેય પણ ઉદ્ધવ ઠાકરે પર આક્ષેપ કર્યા નથી.

  • મુખ્યમંત્રી પદ પરથી ફડણવીસે આપી દીધું રાજીનામું
  • મુખ્યમંત્રીનો કાર્યકાળ થતો હતો પૂર્ણ
  • સરકાર ન બનતાં હવે રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય તેવી સંભાવના
  • ફડણવીસે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું મે મહારાષ્ટ્રની 5 વર્ષ સેવા કરી છે.
  • રાજ્પાલે ફડણવીસનું રાજીનામુ સ્વીકારી લીધું
  • મહારાષ્ટ્રમાં ખેલ પૂરો, ફડણવીસે સરકારની કામગીરીના કર્યા વખાણ

ફડણવીસે શુક્રવારે સીએમ પદ પરથી રાજીનામુ આપ્યું હતું

 દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું છે. સરકાર રચવાને લઇને ચાલી રહેલી અસમંજસ વચ્ચે ફડણવીસ બીજેપી નેતાઓ સાથે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળવા પહોંચ્યા અને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું.

ભાજપ પાસે આ છે છેલ્લો રસ્તો

દેવેન્દ્ર ફડણવીસ આજે રાજ્યના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા અને રાજીનામું સુપરત કર્યું. વર્તમાન સરકારનો કાર્યકાળ 9 નવેમ્બરના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આ સાથે તેમના મંત્રીમંડળના સભ્યોએ પણ રાજીનામું આપ્યું હતું. કારણ કે સરકારનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે, દેવેન્દ્ર ફડણવીસનું રાજીનામું તકનીકી પ્રક્રિયા છે.

સરકાર બનાવવાની બાબતમાં હજી સુધી પરિસ્થિતિ સ્પષ્ટ નથી. એવા સમાચાર છે કે ભાજપ નીતિન ગડકરી શિવસેના સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ માટે છેલ્લી આશા છે કે તેઓ શિવસેનાને રાજી કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે સતત વાત કરવાનો પ્રયાસ કરી રહ્યુ છે પરંતુ તેઓ વાત કરી રહ્યા નથી.

જણાવી દઇએ કે મહારાષ્ટ્રના રાજકારણમાં હજુ પણ નાટકીય દૌર યથાવત છે. વિધાનસભાનો કાર્યકાળ શનિવારે પૂરો થઇ રહ્યો છે, પરંતુ હજુ સુધી તે નિશ્વિત થઇ શક્યું નથી કે સરકાર કોણ રચશે. એક તરફ શિવસેના છે જે 50-50 ફોર્મ્યુલા અંતર્ગત સીએમ પદ પર અડી છે, બીજી બાજુ બીજેપી છે જે સીએમ પદ શિવસેના સાથે વહેંચવા નથી માંગતી. શિવસેનાએ તો પોતાના ધારાસભ્યોને મુંબઇથી રંગશારદા હોટલમાં શિફ્ટ કરી દીધાં છે. જેથી કોઇપણ પ્રકારનું હોર્સ ટ્રેડિંગ ન થઇ શકે. મોડી રાતે આદિત્ય ઠાકરે રંગશારદામાં ધારાસભ્યોને મળવા પહોંચ્યા હતા.

READ ALSO

Related posts

વિકાસ દુબે ફરિદાબાદની હોટલમાં છુપાયો હતો! પોલીસ દરોડામાં ગૈંગસ્ટરનો સાથી પકડાયો

Mansi Patel

સ્વાસ્થ મંત્રાલયનો દાવો, ભારતમાં દસ લાખની વસ્તી પર કોરોના સંક્રમણના કેસ અને મૃત્યુનું પ્રમાણ અન્ય દેશોની તુલનામાં ઓછુ

Mansi Patel

કોરોનાવાયરસનો કહેર: સેનિટાઈઝરનાં વાંરવાર વપરાશથી ત્વચાને આ ગંભીર રોગ થવાની શક્યતા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!