GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની કેબિનેટની મંજૂરી : શિવસેના પહોંચી સુપ્રીમ, NCP પાસે માત્ર 4 કલાક

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને છેલ્લાં 18 દિવસથી ખેંચતાણ ચાલી રહી છે. આ દરમિયાન એક પણ પક્ષ સરકાર રચી ન શકતા હવે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટે ભલામણ કરી છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં તાત્કાલિક મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં રાજ્યપાલની ભલામણને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટે રાષ્ટ્રપતિને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા અનુરોધ કર્યો છે.

મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર રચાય તે માટે રાજ્યપાલે ત્રણ પ્રમુખ પક્ષ સાથે વાતચીત કરી તેઓને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ સરકાર રચવામાં ભાજપ અને શિવસેના નિષ્ફળ રહ્યું છે. જ્યારે એનસીપીને આજે રાત્રે 8-30 સુધીનો સમય  આપ્યો છે. જો કે એનસીપીએ પણ રાજ્યપાલને મળીને વધુ સમય માગવામાં આવશે તેવા સંકેત આપ્યા હતા. જો મહારાષ્ટ્રમાં રાજ્યપાલ રાષ્ટ્રપતિ શાસન લગાવે છે તો શિવસેના સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવી શકે છે. ઉદ્ધવ ઠાકરેએ આ મુદ્દે કપિલ સિબ્બલ અને અહેમદ પટેલ સાથે પણ વાતચીત કરી છે.

શિવસેનાની દલીલ છે કે ભાજપને સરકાર રચવા માટે 48 કલાક આપવામાં આવ્યા તો પછી અમને ફક્ત 24 કલાક જ કેમ આપવામાં આવ્યા. જો કે રાજ્યપાલે ત્રીજી મોટી પાર્ટી એનસીપીને સરકાર બનાવવા આજે રાત્રે 8.30 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. જો એનસીપી પણ જરૂરી નંબર મેળવવામાં નિષ્ફળ રહેશે તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઇ શકે છે.

બીજી તરફ સરકાર રચવા શરદ પવારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ફોન પર વાતચીત કરી છે.  આ ઉપરાંત એનસીપી પ્રમુખ શરદ પવાર લીલાવતી હોસ્પિટલમાં દાખલ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતની ખબર જોવા પણ પહોંચ્યા હતા. શરદ પવારે તેમના ધારાસભ્યો સાથે મીટિંગ પણ કરી હતી. તો બીજી સોનિયા ગાંધીએ એનસીપીના ચીફ સાથે વાત કરવા કોંગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ અને અહેમદ પટેલને જવાબદારી સોંપી છે. ત્યારે આ ત્રણ નેતાઓ મુંબઈ જઈ શરદ પવાર સાથે મુલાકાત કરશે અને ગઠબંધન સરકાર અંગે ચર્ચા કરશે.

જો એનસીપી પણ જરૂરી નંબર મેળવવામાં નિષ્ફળ રહેશે તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઇ શકે છે. બીજી તરફ સરકાર રચવા શરદ પવારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ફોન પર વાતચીત કરી છે. શિનસેના આ તમામ બાબતો વચ્ચે સુપ્રીમ કોર્ટ પહોંચી છે. જેમને ભાજપ કરતાં ઓછો સમય આપ્યો હોવાનો દાવો કર્યો છે.

આ ઉપરાંત એનસીપી પ્રમુખ શરદ પવાર લીલાવતી હોસ્પિટલમાં દાખલ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતની ખબર જોવા પણ પહોંચ્યા છે. શરદ પવારે તેમના ધારાસભ્યો સાથે મીટિંગ પણ કરી હતી. તો બીજી સોનિયા ગાંધીએ એનસીપીના ચીફ સાથે વાત કરવા કોંગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ અને અહેમદ પટેલને જવાબદારી સોંપી છે. ત્યારે આ ત્રણ નેતાઓ મુંબઈ જઈ શરદ પવાર સાથે મુલાકાત કરશે અને ગઠબંધન સરકાર અંગે ચર્ચા કરશે.

Related posts

WHOની ચેતવણી : વેક્સીન કોઈ મેજિક ટેબ્લેટ નહીં હોય, જે કોરોના વાયરસને તાત્કાલીક જ ખતમ કરી દેશે

Nilesh Jethva

દક્ષિણ કોરીયામાં મુશળધાર વરસાદથી 30ના મોત, 12 લાપતા

Mansi Patel

દેશમાં જલ્દી લાગૂ કરો વસ્તી નિયંત્રણનો કાયદો, આ સાંસદે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!