મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામોની જાહેરાતને લગભગ એ મહિના બાદ નવી સરકાર બનાવવાની લગભગ નક્કી છે. એનસીપી અને કોંગ્રેસ વચ્ચે બે દિવસ સુધી ચાલેલા મંથન બાદ આખરે સરકાર રચવાનો ફોર્મ્યુલા પર સહમતિ સધાઈ હોવાનુ મનાય છે. સુત્રોના મતે મહારાષ્ટ્ર મુખ્યપ્રધાન શિવસેનામાંથી હશે અને બે ડેપ્યુટી સીએમ હશે જ એનસીપી અને કોંગ્રેસમાંથી હશે. એનસીપી રોટેશનલ સીએમ પદ ઈચ્છે છે.

એટલે કે શિવસેના બાદ અઢી વર્ષ સુધી પોતાની પાર્ટીમાં થી મુખ્યપ્રધાન ઈચ્છે છે. જો બે ડેપ્યુટી સીએમ પદનો ફોર્મ્યુલા નક્કી થાય તો શિવસેના પાસે પાંચ વર્ષ સુધી સીએમ પદ રહે. સ્પીકર પદ પણ કોંગ્રેસ પાસે જઈ શકે છે. જે એનસીપીની નજર તેના પર પણ છે. આ તમામ મુદ્દે આજે શિવસેના-એનસીપી અને કોંગ્રસની બેઠક પર સહમતિ સધાઈ શકે છે અને સોમવારે નવી સરકારનું નિર્માણ થઈ શકે છે. આજે બેઠક સફળ રહી તો શિવસેના માટે જબલ બોનાન્ઝા રહેશે. આજે મુંબઈના મેયર પદે પણ શિવસેનાના કિશોરી પેડણકરની નિમણુંક થવાની ફાયનલ છે. શનિવારે દિલ્હીમાં રાજ્યપાલોની પ્રેસ કોન્ફરન્સમાં પણ મહારાષ્ટ્રના રાજ્યપાલે જવાનું કેન્સલ કરી દીધું છે.

સુત્રોના મતે એનસપી માંથી શરદ પવારના ભત્રીજા અજીત પવારને ડેપ્યુટી સીએમ પદ મળી શકે છે. તેઓ અગાઉ પણ એનસીપી-કોંગ્રેસ સરકાર સમયે 2009થી 2014 સુધી ડેપ્યુટી સીએમ પદે રહી ચુક્યા છે. જોકે શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેને જ પિતાની રાજકીય વારસદાર ગણાય છે. જેથી તે પણ ડેપ્યુટી સીએમ પદની રેસમાં છે. જ્યારે કોંગ્રેસ તરફથી મહારાષ્ટ્ર યુનિટના અધ્યક્ષ બાલાસાહેબ થોરાટને ડેપ્યુટી સીએમ પદ મળી શકે છે.

મહારાષ્ટ્રમાં સીએમ પદ માટે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું નામ સૌથી આગળ છે. કોંગ્રેસ અને એનસીપી પણ ઉદ્ધવ જ આ જવાબદારી સંભાળે તેમ ઈચ્છે છે. જો ઉદ્ધવનું નામ છેલ્લા તબક્કે કેન્સલ થાય તો બીજુ નામ સંજય રાઉતનું આગળ આવી શકે છે. આદિત્યનું નામ હવે પાછળ ધકેલાઈ ગયું છે. એનસીપી કે કોંગ્રેસ આદિત્યને સીએમ બનાવવા રાજી નથી. પ્રધાન મંડળમાં 16-15-12નો ફોર્મ્યુલા લાગુ થઈ શકે છે..જેમાં શિવસેનાના 16 પ્રધાનો-એનસીપીના 15 અને કોંગ્રેસમાંથી 12 ધારાસભ્યોને પ્રધાન પદ મળી શકે છે.માતોશ્રીમાં શિવસેનાની થોડીવારમાં બેઠક ચાલુ થશે. ઉદ્ધવે તમામ ધારાસભ્યોને તમાં ડોક્યુમેન્ટ અને 5 દિવસનાં કપડાં લઇને હાજર રહેવા માટે આદેશ કર્યો છે. મહારાષ્ટ્રમાં આજે સાંજે 4 વાગે ફાયનલ બેઠક મળવાની છે. ઠાકરે નહીં તો સંજય રાઉતનો સીએમ બનવાનો ચાન્સ લાગી શકે છે.

સીએમ તો મહારાષ્ટ્રનો શિવસૈનિક જ હશે
એનસીપી નેતા નવાબ મલિકે પણ ઉદ્ધવ ઠાકરે જ શિવસેનાના મુખ્યમંત્રી હોવાનો સ્વીકાર કરી લીધો છે. તેમણે જણાવ્યું છે કે ઉદ્ધવ જ શિવસેનાનો ચહેરો છે. શિવસેનામાં પણ ઉદ્ધવ જ સીએમ બને તે માટે ધારાસભ્યો એકમત થઈ ગયા છે. આ બાબતે ઉદ્ધવ ઠાકરેએ આ નિર્ણય તેમની પર છોડી દેવા જણાવ્યું છે. જોકે, એ બાબત પર ભાર મૂક્યો છે કે, સીએમ તો મહારાષ્ટ્રનો શિવસૈનિક જ હશે
- પરીક્ષામાં ચોરી કરતા રોકતા વિદ્યાર્થીએ પ્રીન્સિપાલ પર કર્યો હુમલો
- બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 10 લોકોના મોત, મૃતદેહને બહાર કાઢવા જેસીબીની મદદ લેવાઈ
- સરકારે ડીપીએસ સ્કૂલ હસ્તગત કરતા વિદ્યાર્થીઓના ચહેરા પર ફરી આવી મુ્સ્કાન
- HDFCમાં આ સેવા ખોરવાઈ, બેન્કે માફી માગી પણ ગ્રાહકોએ બેન્કના ખાવા પડ્યા ધક્કા
- SBIના ગ્રાહકો માટે છેલ્લી તક : આ એટીએમ કાર્ડ થઈ જશે બ્લોક, 31મી ડિસેમ્બર સુધી છે સમય