GSTV
Home » News » શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે બનશે મહારાષ્ટ્રના સીએમ, એનસીપી અને કોંગ્રેસની પણ લીલીઝંડી

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે બનશે મહારાષ્ટ્રના સીએમ, એનસીપી અને કોંગ્રેસની પણ લીલીઝંડી

મહારાષ્ટ્રમાં સરકાર રચવાની કવાયતને લઇને શહેરના નેહરૂ સેન્ટરમાં કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાની બેઠક પૂરી થઈ ગઈ છે. જેમાં અંતે ફાયનલ થઇ ગયું છે કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના આગામી સીએમ હશે. એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાએ ત્રણેય પક્ષોએ ઉદ્ધવના નામ પર હામી ભરી છે. એનસીપી પ્રમુખ શરદ પવારે બેઠક પૂર્ણ થયા બાદ આ માહિતી આપી છે. આવતીકાલે ત્રણેય પક્ષો સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને સરકાર રચવાની યોજનાનું એલાન કરશે. રવિવાર અથવા સોમવારે સરકાર રચવાનો દાવો રજૂ કરવામાં આવી શકે છે. બેઠકમાં ત્રણેય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. શિવસેના તરફથી પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તેમજ સંજય રાઉત બેઠકમાં હાજર રહ્યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બહુમત મળવા છતાં શિવસેનાની સરકાર બનવા જઈ રહી છે. શિવસેનાએ ભાજપ સાથે છેડો ફાડીને એનસીપી અને કોંગ્રેસને સાથે રાખીને સરકાર બનાવવાના પ્રયાસ કર્યા હતા. જેના પર સૌ પ્રથમ કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ પ્રતિક્રિયા આપી હતી. તેઓએ કહ્યું હતું કે, કોંગ્રસ, એનસીપી અને શિવસેનાની વિચારધારા વચ્ચે અંતર છે. સરકાર બની પણ જાયતો વધુ ટકી નહી શકે.

બીજેપીને હરાવવા માટે સાથે આવવું જરૂરી

અશોક ગહેલોતે મોટું નિવેદન આપ્યું છે કે શિવસેના અને કોંગ્રેસમાં મુદ્દાઓ તો રહેશે પરતું સમય જતા જતા તેનું સમાધાન થઈ જશે. આ રાજનીતિ છે. ક્યારેક સીપીઆઈએ બીજેપી સાથે તો ક્યારેક પીડીપીએ બીજેપી સાથે સરકાર રચવા માટે સાથે આવ્યા છે. આ મામલે સોનિયા ગાંધીએ તેનો નિર્ણય લીધો છે. હજું ઘણી બાબતો ફાઈનલ કરવાની છે. પરંતુ બીજેપીને હરાવવા માટે સાથે આવવું જરૂરી હતું.

ત્રણે પાર્ટીઓ વચ્ચે સધાઈ સહમતિ

મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામોની જાહેરાતને લગભગ એક મહિના બાદ નવી સરકાર બનાવવાની રણનીતિ ફાયનલ થઈ છે. એનસીપી  અને કોંગ્રેસ વચ્ચે બે દિવસ સુધી ચાલેલા મંથન બાદ આખરે સરકાર રચવાનો ફોર્મ્યુલા પર સહમતિ સધાઈ છે. સુત્રોના મતે મહારાષ્ટ્ર મુખ્યપ્રધાન શિવસેનામાંથી હશે અને બે ડેપ્યુટી સીએમ હશે જ એનસીપી અને કોંગ્રેસમાંથી હશે.

સ્પીકર પદ કોંગ્રેસ પાસે રહેશે

એટલે કે શિવસેના બાદ અઢી વર્ષ સુધી પોતાની પાર્ટીમાંથી મુખ્યપ્રધાન ઈચ્છે છે. જો બે ડેપ્યુટી સીએમ પદનો ફોર્મ્યુલા નક્કી થાય સ્પીકર પદ પણ કોંગ્રેસ પાસે જઈ શકે છે. જે એનસીપીની નજર તેના પર પણ છે. આ તમામ મુદ્દે આજે શિવસેના-એનસીપી અને કોંગ્રસની બેઠક પર સહમતિ સધાઈ શકે છે અને સોમવારે નવી સરકારનું નિર્માણ થઈ શકે છે. આજે બેઠક સફળ રહી છે. શનિવારે દિલ્હીમાં રાજ્યપાલોની પ્રેસ કોન્ફરન્સમાં પણ મહારાષ્ટ્રના રાજ્યપાલે જવાનું કેન્સલ કરી દીધું છે.

શરદ પવારના ભત્રીજાને લાગશે લોટરી

સુત્રોના મતે  એનસપીમાંથી શરદ પવારના ભત્રીજા અજીત પવારને ડેપ્યુટી સીએમ પદ મળી શકે છે. તેઓ અગાઉ પણ એનસીપી-કોંગ્રેસ સરકાર સમયે 2009થી 2014 સુધી ડેપ્યુટી સીએમ પદે રહી ચુક્યા છે. જોકે  શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેને જ પિતાની રાજકીય વારસદાર ગણાય  છે. જેથી તે પણ  ડેપ્યુટી સીએમ પદની રેસમાં છે. જ્યારે કોંગ્રેસ તરફથી મહારાષ્ટ્ર યુનિટના અધ્યક્ષ  બાલાસાહેબ થોરાટને ડેપ્યુટી સીએમ પદ મળી શકે છે.

ઉદ્ધવના નામ પર મહોર

મહારાષ્ટ્રમાં સીએમ પદ  માટે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નામ પર મહોર લાગી ગઈ છે. કોંગ્રેસ અને એનસીપી પણ  ઉદ્ધવ જ  આ જવાબદારી સંભાળે તેમ ઈચ્છતા હતા. પ્રધાન મંડળમાં 16-15-12નો ફોર્મ્યુલા લાગુ  થઈ શકે છે..જેમાં શિવસેનાના 16 પ્રધાનો-એનસીપીના 15 અને કોંગ્રેસમાંથી 12 ધારાસભ્યોને પ્રધાન પદ મળી શકે છે. માતોશ્રીમાં શિવસેનાની આજે બેઠક મળી હતી. ઉદ્ધવે તમામ ધારાસભ્યોને તમાં ડોક્યુમેન્ટ અને 5 દિવસનાં કપડાં લઇને હાજર રહેવા માટે આદેશ કર્યો છે.

સીએમ તો મહારાષ્ટ્રનો શિવસૈનિક જ હશે

એનસીપી નેતા નવાબ મલિકે પણ ઉદ્ધવ ઠાકરે જ શિવસેનાના મુખ્યમંત્રી હોવાનો સ્વીકાર કરી લીધો છે. તેમણે જણાવ્યું છે કે ઉદ્ધવ જ શિવસેનાનો ચહેરો છે. શિવસેનામાં પણ ઉદ્ધવ જ સીએમ બને તે માટે ધારાસભ્યો એકમત થઈ ગયા હતા. આખરે ફાયનલી મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે.

Related posts

બગદાદમાં અમેરિકી દૂતાવાસ પાસે 5 રોકેટ બ્લાસ્ટ, આ મહિનામાં જ ચોથો હુમલો

Pravin Makwana

જીવલેણ કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી ! જયપુરની હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી ભર્તી

Nilesh Jethva

અમિત શાહે કહ્યું, EVM નું બટન એટલા જોરથી દબાવો કે જેનો કરંટ શાહીન બાગની અંદર લાગે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!