GSTV
Home » News » ઠાકરેનું CM બનવું લગભગ નક્કી, પણ ઉદ્ધવ કે આદિત્ય? રાજકીય પત્તા હજું નથી ખોલાયા

ઠાકરેનું CM બનવું લગભગ નક્કી, પણ ઉદ્ધવ કે આદિત્ય? રાજકીય પત્તા હજું નથી ખોલાયા

મહારાષ્ટ્રમાં શિવસેનની નેતૃત્વવાળી બીજેપીનાં સાથ વગરની સરકાર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. શિવસેના-કોંગ્રેસ અને એનસીપી વચ્ચે સરકાર બનાવવા માટે લગભગ સહમતિ બની ગઈ છે. જોકે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે માંથી કોણ મુખ્યમંત્રી બનશે તે ચિત્ર હજું સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. જોકે શિવસેનાએ આદિત્ય ઠાકરેને પ્રોજેક્ટ રાખીને ચૂંટણી લડી હતી.

પરંતુ હવે સ્થિતિ બદલ ગઈ છે. બીજેપી સાથે સંબધ તોડ્યા પછી શિવસેના હવે પોતાની ધુર વિરોધી પક્ષો કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવવા જઈ રહી છએ. શરદ પવાર જેવા રાજનેતા સાથે જે રાજનિતીનાં અઠંગ ખેલાડી સાથે રાખીને બીજેપી જેવી મજબૂત પાર્ટીનો વિપક્ષમાં સામનો કરવો એ નવા મુખ્યમંત્રી સામે મોટા પડકાર છે.

આ છે કરાર

મહારાષ્ટ્ર સરકાર બનાવવા માટે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે સતત વાટાઘાટો ચાલી રહી છે. કોમન મિનિમમ પ્રોગ્રામ (સીએમપી) પર ત્રણેય પક્ષો વચ્ચે સર્વસંમતિ થઈ રહી છે.

આ ફોર્મ્યુલા હેઠળ શિવસેનાને સમગ્ર કાર્યકાળ માટે મુખ્યમંત્રી પદ મળશે સાથે સાથે કોંગ્રેસ અને એનસીપી પાસે એક-એક ડેપ્યુટી સીએમ રહેશે. આ સિવાય એનસીપીને 14 મંત્રી, કોંગ્રેસને 12 મંત્રી પદ મળશે. મુખ્યમંત્રી પદ ઉપરાંત 14 મંત્રીઓ શિવસેનાના ખાતા પર સહમત થયા છે.

READ ALSO

Related posts

બનાસકાંઠામાં વાવના ચાદરવા ગામની કેનાલ થઈ ઓવરફ્લો, ખેતરમાં પાણી ફરી વળતા જીરાના પાકને નુકસાન

Mansi Patel

કોરોના વાયરસનો કેર! ભારતીયોને સુક્ષિત સ્થળે ખસેડવા ચીનને અપીલ કરશે ભારતીય વિદેશ મંત્રાલય

Bansari

સુરતમાં ડાઈંગ મિલમાં અને આણંદમાં પ્લાયવુડ ફેક્ટરીમાં લાગી આગ, ફાયર વિભાગની કામગીરી બાદ આગ કાબૂમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!