GSTV

અદાલતનો આદેશ ન હોય તો સીબીઆઈને રાજ્ય સરકારની મંજૂરી જરૂરી, આ સરકારે કર્યો આદેશ

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ની તપાસને લઈને મહારાષ્ટ્ર સરકારના નવા આદેશો પર બબાલ શરૂ થઈ ગઈ છે. આના પર નેતા સંજય રાઉતે સ્પષ્ટ કહ્યું છે કે સીબીઆઈ નાના-નાના કિસ્સાઓમાં પણ ઘૂસવા લાગી છે. સીબીઆઈનો પોતાનો એક ચોક્કસ હેતુ છે. મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં જો કોઈ પણ રાષ્ટ્રીય કારણો છે, તો સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે તે અધિકાર છે.

મહારાષ્ટ્ર અને મુંબઈ પોલિસનો પોતાનો એક અધિકાર

શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે મુંબઇ કે મહારાષ્ટ્ર પોલીસ કોઈ વિષય પર આધારિત તપાસ કરે છે, કોઈ બીજા રાજ્યમાં એફઆઈઆર દાખલ કરવામાં આવે છે. અને ત્યાંથી કેસ સીબીઆઈને ટ્રાન્સફર થાય છે અને સીબીઆઈ મહારાષ્ટ્રમાં આવી જાય છે. હવે આવું નહીં ચાલે. મહારાષ્ટ્ર અને મુંબઈ પોલિસનો પોતાનો એક અધિકાર છે. જે સંવિધાને આપ્યો છે.

રાજ્યમાં તપાસ કરવા માટે સીબીઆઈને આપવામાં આવેલી મંજૂરી પરત લેવામાં આવે છે

જણાવી દઈએ કે મહારાષ્ટ્ર સરકારે બુધવારે આદેશ જાહેર કર્યો છે કે રાજ્યમાં તપાસ કરવા માટે સીબીઆઈને આપવામાં આવેલી મંજૂરી પરત લેવામાં આવે છે. જો કે તપાસની મંજૂરી મહારાષ્ટ્ર સરકારે પરત લેવાથી કોઈ તપાસ પર અસર નહીં થાય.

અદાલતનો આદેશ ન હોય તો સીબીઆઈને રાજ્ય સરકારની મંજૂરી જરૂરી

જો ભવિષ્યમાં સીબીઆઈ મહારાષ્ટ્રમાં કોઈ નવી બાબતો પર તપાસ કરવા ઈચ્છે છે તો તેણે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે. જ્યાં સુધી અદાલત તરફથી તપાસના આદેશ ના આપવામાં આવ્યા હોય.

READ ALSO

Related posts

પડદા પાછળના ચાણક્યની અલવિદા, રાજકીય રણનીતિના માસ્ટરમાઈન્ડ આ બાબતના હતા મહારથી

Bansari

કોરોના કૌટુંબિક સંબંધોમાં કડવાશ વધારશે, અમદાવાદમાં 376 લગ્નો પોલીસની મંજૂરીથી થશે

Bansari

મુંબઈને પાછળ રાખી દેશમાં દિલ્હી કોરોનાનું હોટસ્પોટ બન્યું, 24 કલાકમાં 6,224 કેસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!