કપાસમાં ખેડૂતોને પહોંચેલા નુક્સાનનું વળતર બીજકંપનીઓ ચૂકવે, સરકારનો આદેશ

મહારાષ્ટ્રમાં ગયા વર્ષમાં ખરીફ મોસમ દરમિયાન જીવાતો ‘પિન્ક બોલવાર્મ’ના હુમલાથી પાકને નુકસાન પહોંચ્યું હતું. જેને લઈને મહારાષ્ટ્ર સરકારે બીજ કંપનીઓને આ નુકસાન વેઠનાર ખેડૂતોને 1,147 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનું કહ્યું છે. વિધાનસભામાં એક લેખિત જવાબમાં રાહત અને પુનર્વસવાટ મંત્રી ચંદ્રકાંત પાટિલે ગુરુવારે કહ્યું કે, એક નવેમ્બરે મહેસુલ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના માધ્યમથી વળતરના ત્રીજા હપ્તાનું વિતરણ કરવામાં આવશે. સરકારના વળતર ચૂકવવાના આદેશના વિરુદ્ધમાં બાર ક્રમાંકિત બીજ કંપનીઓએ બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે અને બાકીના ખેડૂતોને વળતર માટે અદાલતે સ્ટેક ઓર્ડર આપ્યો છે.

પ્રતિ હેકટર 6,500 રૂપિયાના વળતરની જાહેરાત કરી

પાટિલે અન્ય પ્રશ્નના જવાબમાં કહ્યું કે, બુલઢાણા જિલ્લામાં પિન્ક બોલવાર્મ સહિત વિવિધ જંતુઓને કારણે 1.75 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસના પાકને નુકસાન પહોંચ્યું હતું. ખેડૂતોએ ફરિયાદ કરી હતી કે, પાક પર જંતુના હુમલા માટે ઓછી ગુવત્તાવાળા બીજ જવાબદાર છે. જે બાદ સરકારે ફરી પ્રતિ હેકટર 6,500 રૂપિયાના વળતરની જાહેરાત કરી છે, જેની ચુકવણી બીજ કંપનીઓને કરવાની હતી.

આ સાથે જ મંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બુલઢાણા જિલ્લમાં 89.56 કરોડ રૂપિયાની રકમનું વિતરણ કરવામાં આવ્યું છે અને 44.78 કરોડ રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે. જવાબમાં એવું કહેવામાં આવ્યું છે કે આ વર્ષે ઓગસ્ટમાં, એવું જાણવા મળ્યું હતું કે 900 થી વધુ ગામોમાં કપાસના પાકને ગુલાબી બોલવાર્મ જંતુઓથી અસર પહોંચી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter