GSTV

ભીમા કોરેગાંવ મામલે મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્ણય, એક સાથે આટલા કેસ પાછા ખેંચશે

મહારાષ્ટ્ર સરકારે ગુરૂવારના રોજ ભીમા કોરેગાવ અને મરાઠા આંદોલન સાથે જોડાયેલા કેસ સંબંધિત મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી સરકારે ભીમા કોરેગાવ સાથે જોડાયેલા કેસ પાછા ખેંચવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના મંત્રી અનિલ દેશમુખે જાણકારી આપતા જણાવ્યું હતું કે, ભીમા કોરેગાવ કેસ સાથે જોડાયેલા 649 મામલામાં 348 કેસ સરકાર પાછા ખેંચી રહી છે. સાથે મરાઠા આંદોલન સાથે જોડાયેલા 548 કેસમાંથી 460 કેસ સરકારે પાછા ખેંચવાની જાહેરાત કરી છે.

2017માં ભડકાઉ ભાષણ આપવાનો આરોપ

પુણે પોલીસના જણાવ્યા અનુસાર 31 ડિસેમ્બર 2017ના રોજ માઓવાદીઓના સમર્થનમાં પુણેમાં અલ્ગાર પરિષદ સંમેલનમાં ભડકાઉ ભાષણ આપવામાં આવ્યા હતા, ત્યાર બાદ આગલા દિવસે જિલ્લામાં ભીમા કોરેગાવ સ્થિત હિંસા ભડકી હતી. વામપંથી નેતા મિલિંદ એકબોટે અને સંભાજી ભીડે કોરેગાવ ભીમા હિંસાના આરોપી છે.

અનેક લોકોની ધરપકડ થઈ છે

પુણે પોલીસે અલ્ગાર પરિષદ મામલે માઓવાદીઓ સાથે સંબંધ ધરાવવાના આરોપમાં ડાબેરી વિચારધારાના સામાજીક કાર્યકર્તા સુધીર ધાવલે, રોના વિલ્સન, સુરેન્દ્ર ગાડલિંગ, મહેશ રાઉત, શોમા સેન, અરુણ ફેરીરા, વરનૉન ગોંઝાલ્વિસ, સુધા ભારદ્વાજ અને વરવર રાવની ધરપકડ કરી હતી. પવારે આ તમામને ખોટું અને બદલાની ભાવનાથી તેમની ધરપકડ કરાઈ હોવાનું જણાવી ચુક્યા છે.

READ ALSO

Related posts

Video: ‘હલકટ જવાની’ પર કરીનાના સેક્સી મૂવ્સ, જોતા રહી જશો લાગે છે એટલી હૉટ

Bansari

કોરોના જંગમાં ડોક્ટરની ભૂમિકામાં પરત ફર્યા આ દેશના વડાપ્રધાન, કોરોના સંક્રમિતોની કરશે સારવાર

Nilesh Jethva

આ રીતે હરાવાશે કોરોના, સુરતની મહિલા ડોક્ટરને પરેશાન કરતા પડોશી, કોરોના તો નથી ને!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!