GSTV
Home » News » મહારાષ્ટ્રના પાલઘરમાં સડક દુર્ઘટના, 45 ઘાયલ સુરતના 6 લોકોના મોત

મહારાષ્ટ્રના પાલઘરમાં સડક દુર્ઘટના, 45 ઘાયલ સુરતના 6 લોકોના મોત

road accident

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં રવિવારે એક દુર્ઘટનામાં 6 લોકો મોતને ભેટ્યાં છે. આ તમામ છ વ્યક્તિઓ સુરતના રહેવાસીઓ હતાં. પાલઘરમાં ત્ર્યંબકેશ્વર રોડ પાસે થયેલી દુર્ઘટનામાં ચાલીસ કરતા વધારે લોકો ઘાયલ થયાં છે. જેમને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

આ યાત્રાળુઓ શિરડીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં. આ ઘટનામાં અનેક લોકોની હાલત ગંભીર જણાવાઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર પાલઘરમાં ત્ર્યંબકેશ્વર રોડ પાસે રવિવારે એક બસ અનિયંત્રિત થઈને પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં ચાર લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતાં જ્યારે 40થી વધારે યાત્રાળુઓ ઘાયલ થયાં હતાં.

આ દુર્ઘટના પછી ઘટનાસ્થળે પહોંચેલા સ્થાનિક લોકો અને પોલીસની ટીમની મદદથી મોટુ બચાવ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે પછી તમામ ઘાયલ યાત્રીઓને સ્થાનીક હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે અન્ય મુસાફરોએ પણ દમ તોડ્યો હતો.

આ ઉપરાંત ગંભીર રીતે ઘાયલ થયેલા અનેક યાત્રીઓને ઉત્તમ સારવાર મળી રહે તે માટે શક્ય એટલી તમામ કોશિશો કરવામાં આવી રહી છે. આ ઘટનામાં ઘાયલ લોકોની હાલત ગંભીર છે. પોલીસે ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોના પરિવારને જાણકારી આપી છે.

રાજ્ય પરિવહન મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર મહારાષ્ટ્રમાં વર્ષ 2018માં કુલ 13,059 લોકોએ રોડ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. જ્યારે 2016 અને 2017માં ક્રમશઃ 12,935 અને 12,511 લોકો મોતને ભેટ્યા છે.

Read Also

Related posts

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

નેતાઓની જીભ લપસવાની મૌસમ: શિવરાજસિંહે સનદી અધિકારીઓને ધમકી આપતા કહ્યું, કાલે…

Nilesh Jethva

જાપાનમાં પ્રથમ વખત ભારતીયએ ચૂંટણી જીતી, રચ્યો ઈતિહાસ

Path Shah