GSTV
Gujarat Government Advertisement

મહારાષ્ટ્ર : સતત ચોથા દિવસે કોરોનાના 2000થી વધુ કેસ, દરરોજ નવા નોંધાતા રેકોર્ડથી ચીનથી 50 ટકા થયા કેસ

Corona

Last Updated on May 21, 2020 by Karan

મહારાષ્ટ્રમાં પોલીસકર્મીના પરિવારને 65 લાખ રૂપિયાની સહાય અને એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે છે . બુધવારે સતત ચોથા દિવસે કોરોના વાયરસના 2,250 નવા કેસ નોંધાયા બાદ બુધવારે ચેપના કેસ વધીને 39,297 પર પહોંચી ગયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે. કોરોના ઝડપથી વધી રહ્યો છે. ચીનમાં 150 કરોડની વસતી સામે 83 હજાર કેસ હતા. મહારાષ્ટ્રમાં આ આંક 40 હજારે પહોંચવા આવ્યો છે.

આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે વધુ 65 લોકોના મોતને કારણે મૃત્યુઆંક વધીને 1,390 પર પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 10,318 લોકો સંપૂર્ણ રીતે સાજા થયા છે અને 27,581 લોકો સારવાર લઈ રહ્યા છે.મુંબઈની ધારાવીમાં બુધવારે કોરોના વાયરસના ચેપના 25 નવા કેસ નોંધાયા છે, જેના કારણે આ વિસ્તારમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1378 થઈ ગઈ છે.

રોગચાળાને કારણે ધારાવીમાં મૃત્યુ દર 4.1 ટકા

બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) ના અધિકારીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં માટુંગા લેબર કોલોનીમાં છ કેસ થયા છે. મંગળવારથી ધારાવીમાં કોરોના વાયરસના ચેપથી કોઈના મોત થયા નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું. આ વિસ્તારમાં મૃત્યુઆંક 56 છે. તેમણે કહ્યું હતું કે રોગચાળાને કારણે ધારાવીમાં મૃત્યુ દર 4.1 ટકા છે. રાજ્યમાં કોરોનાના 2,250 નવા કેસ નોંધાયા છે. તેમાંથી 1,372 કેસ મુંબઈના છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 39,297 લોકોને કોરોના ચેપ લાગ્યો છે. વાયરસના કારણે વધુ 65 લોકોનાં મોત નીપજ્યાં છે.

બુધવારે કોરોનાના વધુ બે મુંબઈ પોલીસકર્મીઓનું મોત નીપજ્યું.

હવાલદારને લગભગ એક અઠવાડિયા પહેલા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ઘણા પ્રયત્નો બાદ પણ ડોકટરો તેને બચાવવામાં નિષ્ફળ ગયા હતા. પોલીસકર્મીના પરિવારને 65 લાખ રૂપિયાની સહાય અને એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે છે. થાણેની વાગલે એસ્ટેટમાં રસ્તા પર એક 60 વર્ષીય કોરોનાથી સંક્રમિત દર્દીનું અવસાન થયું છે. સો કરતાં વધારે લોકો તેને તડપતા જોતા હતા, પરંતુ કોરોનાના ડરને કારણે કોઈ પણ મદદ માટે આગળ આવ્યું નહીં. છત્રપતિ શિવાજી હોસ્પિટલમાં અને જિલ્લા સિવિલ હોસ્પિટલમાં દાખલ ન થતાં તેમની પુત્રી તેને ઘરે લઈ આવી. ભૂતપૂર્વ કોર્પોરેટરની મદદથી બુધવારે એમ્બ્યુલન્સ મંગાવવામાં આવી હતી, પરંતુ ડોકટરો, સ્ટાફ અને પીપીઈ કિટ્સના અભાવને કારણે તે અંદર જઇ શક્યો ન હતો. બે કલાક સુધી ત્રાસ સહન કર્યા બાદ રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું.

Gujarat Government Advertisement

Related posts

વેક્સિનેશન: નેતાજીનો નવો કીમિયો, વેક્સિન લો અને મેળવો 51 હજારનું ઇનામ જીતવાની તક

Pritesh Mehta

ફાયદાની વાત: વરસાદી સિઝનમાં નવું ઘર ખરીદવાનું તમારા માટે સારૂ રહેશે, આ 5 કારણો છે જે આપને અપાવશે સપનાનું ઘર

Pravin Makwana

ખતરો વધ્યો/ કોરોનાના ઘટતા કેસો વચ્ચે 4 રાજ્યોમાં ડેલ્ટા પ્લઝે દીધી દસ્તક, ત્રીજી લહેર આવી તો ભયંકર ખાનાખરાબી સર્જાશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!