GSTV

તબાહી/ મહારાષ્ટ્રમાં વરસાદ બન્યો કાળ: ભેખડો ધસી પડવાના કારણે 49ના મોત, આટલા લોકો લાપતા

વરસાદ

Last Updated on July 24, 2021 by Bansari

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે તબાહી મચી ગઈ છે. મહારાષ્ટ્રમાં પૂરથી 76 લોકોના મોત થયા છે જ્યારે લેન્ડ સ્લાઈડની ઘટનાઓમાં 138 બીજા લોકોના પણ મોત થયા છે.ભારે વરસાદના કારણે 9 જિલ્લામાં 890 ગામ પ્રભાવિત છે.વરસાદના કારણે હજી 59 લોકો ગૂમ છે.જ્યારે 90000 લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે.

રાયગઢ જિલ્લામાં 6 જગ્યાએ ભેખડો ધસી

રાયગઢ જિલ્લામાં 6 જગ્યાએ ભેખડો ધસી પડી છે.જેમાંથી 1 જગ્યાએથી 49 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે આજે મુંબઈથી હેલિકોપ્ટર થકી પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા માટે રવાના થઈ ગયા છે.

વરસાદ

લેન્ડ સ્લાઈડમાં 49 લોકોના મોત, 47 લોકો હજી લાપતા

મળતી વિગતો પ્રમાણે રાયગઢ જિલ્લામાં તલાઈ ગામ નજીક થયેલી લેન્ડ સ્લાઈડમાં 49 લોકોના મોત થયા છે.47 લોકો હજી લાપતા છે અને 12 ઈજાગ્રસ્તોનો હોસ્પિટલમાં ઈલાજ થઈ રહ્યો છે.એવુ મનાય છે કે, મોતની સંખ્યા હજી પણ વધશે.દરમિયાન સ્થાનિક તંત્રને મદદ કરવા માટે એનડીઆરએફ અને સેનાની પણ મદદ લેવામાં આવી રહી છે.

Read Also

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Zainul Ansari

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!