GSTV

ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકાતા વિરુદ્ધ વંટોળ ઉઠ્યા, આ રાજ્યના ખેડૂતો કરશે વિરોધ

ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ સામે આજે મહારાષ્ટ્રના ખેડુતો વિરોધ કરશે. ખેડૂત ઉપરાંત કોંગ્રેસ પણ પ્રદર્શન કરશે. મોદી સરકારે સોમવારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રતિબંધને કારણે બંદર પર કુલ 712 કન્ટેનર ડુંગળી પડી રહી છે. આ કન્ટેનરમાં 1 કિલોથી 50 કિગ્રાના પેકિંગમાં ડુંગળી હોય છે. તેની ચિંતા હવે નિકાસકારો કરી રહ્યા છે. કન્ટેનરની કિંમત 8-10 લાખ છે. જો કન્ટેનર નહીં જાય, તો નિકાસકારને આ નુકસાન થશે. ડૂંગળી ખબાર થઈ જશે. ભાવ વધારાનો સીધો ફાયદો ખેડૂતોને નહીં પણ વેપારીઓને થાય છે. ખેડૂતોની ડૂંગળી ચોમાસુ પુરું થતાં જ થોડા દિવસમાં બજારમાં માલ આવશે ત્યારે ડૂંગળીનો ભાવ તળીએ આવી જશે. 50 રપિયે વેચાતી ડૂંગળી 5 રૂપિયે કિલો વેચાશે. ખેડૂતો જ તેમાં બદબાદ થાય છે. વેપારીઓ ખુશ છે.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા સોમવારે જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર, તાત્કાલિક અસરથી તમામ જાતની ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એપ્રિલથી જુલાઇ દરમિયાન ડુંગળીની નિકાસ ગત વર્ષની તુલનામાં આશરે 30 ટકાનો વધારો થયો હતો, જેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદને કારણે દેશમાં ડુંગળીના સપ્લાયમાં વધુ ઘટાડાને કારણે કિંમતોમાં વધારો થયો છે. ડુંગળીનો પાક ખરાબ થઈ ગયો છે. સરકારે નિકાસ પર પ્રતિબંધની સાથે હવે પછી આયાત પર પણ વિચાર કરવો જોઇએ.

READ ALSO

Related posts

29 સપ્ટેમ્બર સુધી જેલમાં જ રહેશે રિયા અને શોવિક, નહી મળે જમાનત

Mansi Patel

કૉન્ટ્રાક્ટ પર નોકરી કરવાથી હવે વધારે થશે ફાયદો, નવા લેબર કોડમાં કરાઈ છે આ વ્યવસ્થા

Mansi Patel

IPLની પાર્ટીઓમાં પણ થાય છે ડ્રગ્સનો ભરપૂર ઉપયોગ: ક્રિકેટરોની પત્નીઓને મેં રૂબરૂ જોઈ છે, શર્લિન ચોપડાએ મચાવ્યો ખળભળાટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!